________________
૨૮૮ આનંદઘનજીનાં પદે
[પદ તેનામાં કંચનવ તે રહેલું છે જ, તેવી રીતે ચેતન કમવૃત હાય ત્યારે પણ તેનામાં શુદ્ધ ચૈતનત્વ તે હોય છે જ; ક્રિયા, ગ, તપ, સંયમ વિગેરે દ્વારા કર્મમળ દૂર કરવા માટે પરમ પુરૂષાર્થ કરવાની જરૂર છે અને તેમ કરવાથી ચેતનના ગુણ આવૃત હોય છે તે વ્યક્ત થાય છે. ચેતનમાં જે મહાન ગુણ છે તે બહારથી લેવા જવાના નથી પણ અંદર પ્રચ્છ આવૃતરૂપે રહેલા છે તે વ્યક્ત કરવાના છે. આત્મા પ્રત્યેક શરીર દેહપ્રમાણુ ભિન્ન છે અને સર્વ કર્મમળ દૂર કરી મોક્ષમાં જાય ત્યારે પણ તેનું વ્યક્તિત્વ સુસ્પષ્ટ જ રહે છે. એક વખત કર્મળ દૂર થયા પછી ફરીવાર તેને કર્મમળ લાગતો નથી એટલે મેક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી કર્મ આઠ પ્રકારનાં છે. તેના ઉત્તર ભેદ અને તે પ્રત્યેકની તરતમતા બહુ ભેદવિદમાં વહેંચાઈ ગયેલી છે. આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય, દર્શન ગુણનું આવરણ કરે એ દર્શનાવરણીય, શારીરિક સુખદુખને અનુભવ કરાવે તે વેદનીય, સંસારમાં અને તત્વજ્ઞાનમાં સત્ય માર્ગ ન સુજવા દેતાં મુંઝવી નાખે તે મેહનીય, ચેતનને અનેક જાતિમાં જન્મ આપી. તેને અવનવા અનુભવ કરાવે તે નામ કર્મ, ઉચ્ચ નીચ જાતિમાં અવતરણ કરાવે તે ગાત્ર કર્મ, પ્રત્યેક ભવમાં અમુક કાળ સુધી રિસ્થતિ કરાવે તે આયુઃ કર્મ અને ત્યાં વધુ પ્રાપ્તિમાં, તેના દાનમાં, ભેગાભેગાદિમાં પ્રત્યવાય કરે તે અતરાય કર્મ. આ આઠ કમોંના ઉપર જણાવ્યું તેમ અનેક ભેદો થાય છે, તે ચિતન ઉપર લાગ્યાં કરે છે અને તેને ભેગા થયે ફળ આપી ખરી પડે છે. ચેતન
જ્યાં સુધી મિથ્યાત્વ દશામાં વર્તતે હેય છે ત્યાં સુધી ઉપર લખેલાં સર્વ કર્મો તેની પ્રચુરતા સાથે હોય છે. એ નિગદમાં હોય છે ત્યારે
* અવ્યવહાર રાશિમા અનત છે એકેન્દ્રિય અવસ્થામાં આખા વિશ્વમાં ભરેલા છે, તે સુમિ છે, આખે ન દેખી શકાય તેવા છે, એક શ્વાસમાં સાડાસાળ ભવ કરે છે અને તેવી સ્થિતિમાં અનત કાળ ફર્યા કરે છે એ સ્થિતિમા એક સમયના અગભાગપર અસખ્ય ગાળા હોય છે અને એક ગળકમા અનંત છવા હોય છે એ જેને લિંગદના જીવ કહેવામાં આવે છે વિચાર કર્યા વગર (અકામ નિર્જરાથી) ઘણઘણુંન ન્યાયથી કર્મક્ષય થતાં એમાથી જીવ ઉન્નત સ્થિતિમાં આવે છે એ નિગાનું સ્વરૂપ જૈન ગ્રન્થમા પણ વિરતારથી આપવામાં આવ્યું છે