________________
'
આડત્રીશમુ.]
નટનાગર અને ચેતનના સયેાગ,
૩૭૫
શાસ્ત્રસમુદ્ર અથીને તેમાંથી પ્રેમઅમૃતની પ્યાલી પ્રાપ્ત કરી છે, (તે પીને ) આનદ પ્રભુ ચન્દ્ર અને (તેને દેખીને) ચકાર નિશ્ચયસૃષ્ટિ આનંદ પામે છે, રાજી થાય છે.”
ભાવ.-પુરાણપ્રસિદ્ધ વાર્તા છે કે દેવએ સમુદ્ર મથન કરીને અમૃત પ્રાપ્ત કર્યું અને તેનું પાન ચંદ્રમાએ કરીને તે અમર થયા. અમૃતપાન એ દેવતાઓનું પણ તેટલામાટે લક્ષ્યસ્થાન રહે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. અહીં જ્યારે ચેતનાએ નટનાગરમાં પ્રીતિ જોડી અને ઔર સબનસે તેને તાડી નાખી ત્યારે તેના ઉપર ઘટના કરતા વિ કહે છે કે આ પ્રેમ (love) જેને માટે અન્ય શાસ્ત્રકારો પણ અહુ લખે છે તે ખરેખર અમૃત છે, જ્યારે આ ચેતનજીને નિશ્ચયષ્ટિ જાગ્રત થાય છે ત્યારે તેને સર્વ છવા ઉપર બંધુત્વ અને સ્વસમાનત્વ પ્રત્યક્ષ દેખાય છે. એ પ્રેમ ચેતનજીને એવા સ્થાનમાં મૂકી દે છે કે જ્યાં તે ખરેખર અજરામર થઈ જાય છે અને તેથી એ પ્રેમઅમૃતને વધારે સારી રીતે સમુદ્રમંથનની દંતકથા સાથે ઘટાવી શકાય. અનેક શાસ્ત્રસમુદ્રનું મંથન કરીને શેાધી કાઢેલ આ પ્રેમઅમૃતના પ્યાલા છે અને તે મહા ભાગ્યવાન હોય તેને પ્રાપ્ત થાય છે. એ પ્રેમઅમૃતનું પાન કરીને આનંદઘનરૂપ જીવાત્મા જે અત્યારે અંતરાત્મ સ્વરૂપમાં વર્તે છે તે રૂપ ચંદ્રમા બહુ માનદમાં વર્તે છે. ચંદ્રને જેમ મંથન કરીને પ્રાપ્ત કરેલ અમૃત રસના એક કટારા પીવા મળ્યા ત્યારે તેને બહુ આનદ થયેા હતેા તેવી રીતે મહુ વાસ્તવિક રીતે જીવાત્માને પ્રેમપીયૂષના પાનથી આનદ થયા છે, આત્મચંદ્ર તેથી માઢે છે, હરખે છે, મજા કરે છે, પ્રફુલ્રિત થાય છે, ખીલે છે અને વધારે તેજસ્વી બને છે અને તે હકીક્ત જોઈને ચતુર નિશ્ર્ચયદ્રષ્ટિ પણ ખુશી થાય છે, રાજી થાય છે, હર્ષમાં આવી જાય છે ચેતનજી પાતાના નિજ સ્વરૂપમાં આવી તેને વધારે ખીલાવે છે એ બનાવ ોઇને નિશ્ચયદૃષ્ટિ રૂપ ચકેરી હર્ષમાં આવી જાય તે ખરાખર યુક્ત છે, ઉચિત છે, સ્વભાવને અનુરૂપ છે.
આ પ્રેમપીયૂષની ભાવના એટલી ઉત્તમ રીતે કરવામાં આવી છે કે એનાપર ચેાગનું બંધન કરવાથી તે બહુ આશ્ચર્યકારક પરિણામ નીપજાવી શકે તેમ છે. પ્રેમ એ એવી વસ્તુ છે કે એનું વર્ણન શોમાં