________________
ઓગણચાલીશમુ] મોહ રાજાનું પ્રાબલ્ય-ભગતષાનુ જોરચેતનાનો દાહ. ૨૮૧ નજી પિતે કેવા છે? એ તે સ્વભાવતઃ લાયક નાયક છે, મહા ઉત્તમ સરદાર છે, ખુદ ભગતૃષાને ઉત્પન્ન કરનાર કર્મકટકને પણ તે સરદાર છે, જો કે તે તેની વિભાવરશા છે. અનંત ઉચ્ચ ગુણના પણ તે સ્વામી હોવાથી શક્તિરૂપે પણ તેને લાયક કહી શકાય અને તેને પિતાને મહા અનર્થ પરંપરામાં ઉતારનાર કમોંના તે પિતે ઉત્પન્ન કરનાર હોવાથી તેને તેના સ્વામી પણ કહી શકાય. આવી રીતે તે બેવડી રીતે એક બીજાથી વિરૂદ્ધ પડે એવી સ્થિતિ ધારણ કરનાર છે, પરંતુ એમાં ફેર એટલે છે કે એનું કર્મવામિત્વ વ્યક્ત છે અને એનું ગુણસ્વામિત્વ શક્તિમા અવ્યક્તરૂપે રહેલું છે. બાકી એ ઉત્કૃષ્ટ આનંદ ભેગવવાને ચાગ્ય છે એવા “લાયક ચેતનજીના પ્રાણુ અત્યારે તે ભગતૃષાના એક એક બાણુ હણે છે એવી દુર્બળ સ્થિતિમાં તે નાયક આવી ગયા છે. આવી ભોગતૃષાને વધારે ઓળખવા માટે કવિ પૂછે છે.
વિચાર થાય છે કે આવી રીતે ચેતનજીના પ્રાણની ઘાતક ભાગતૃષાને કાંઈ ઘડપણ હશે કે નહિ? એટલે એ કઈ વખત ઘરડી થઈ પિતાનું જોર ઓછું કરતી હશે કે દરરોજ નવયૌવના સ્ત્રીની પેઠે પૂર દમામમાંજ રહેતી હશે! એ તૃષા પિતે વૃદ્ધાવસ્થા છે અથવા તેને વૃદ્ધાવસ્થા કંઈ અસર કરે છે? તેને જવાબ એક વાર્તિક પૂરી પાડે છે.
जीर्यन्ति जीयत केशा, दन्ता जीर्यन्ति जीयत ,
यौवनाशा धनाया च, जीर्यतोऽपि न जीर्यति. વૃદ્ધ પુરૂષના બાલ સફેદ થઈ જાય છે અને તેના દાંત પડી જાય છે. મતલબ તેના બાલ અને દાંતપર ઘડપણ પ્રાપ્ત થાય છે પણુ પુરૂષ વૃદ્ધ થતા જાય છતાં તેની વિષયસુખાણું અને ધનતુણુ વૃદ્ધ થતી નથી, ઉલટી તેતે વૃદ્ધિ પામતી જાય છે, ઘડપણમાં તે પિતાનું આકરું સ્વરૂપ ધારણ કરે છે. આટલા ઉપરથી જણાયું હશે કે ભગતુષાને ઘડપણની કોઈ પણ અસર થતી નથી. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછે છે કે એ ભોગતૃષાને લોકલાજ કાંઈ હશે કે નહિ? માણસે પિતાના મનથી નહિ તે જે સગાંસંબંધીઓમાં પતે રહેતા