________________
આડત્રીશમુ.] નટનાગર અને ચેતનનો સાગ.
૩૭૩ તેટલા માટે કરછ પહેરી લે છે. આથી નાચવામાં સરળતા પ્રાપ્ત થાય છે. આવી રીતે નાચવાને વેશ લીધું હોય તેનાચવાથી જ ભજે છે, નાચવાનો વેશ લઈને પછી બેસી રહેવાય નહિ અને કેતે વેશ લઈને પછી બેસી રહે તેતેમ કરનારને ડહાપણવાળ પણ ગણવામાં આવે નહિ. આવી રીતે તે જે કામ હાથમાં લીધું છે અને જેને માટે વેશ કાઢ્યો છે તે વેશ ભજવવાથી જ ઠીક ગણાય, તે કામ પાર ઉતારવામાં જ તારું ડહાપણુ ગણાય. તે મોક્ષ જવા માટે ચારિત્રીયાને વેશ લીધે હોય અથવા તે કુસ્તી કરતી વખતે જેમ કચ્છ બાંધીને મલ્લ કુસ્તી માટે તૈયારી બતાવે છે તેમ તે કઈ પણ પ્રકારની મોક્ષપ્રયાણની તૈયારી બતાવી હોય તે પછી તારે તે વેશને બરાબર ભજવવે ચગ્ય છે, પછી તું બેસી રહીશ અથવા બીજે પાઠ ભજવીશ તે તે તને શોભશે નહિ. આ હકીકત કહીને સર્વવિરતિ આદરી દીક્ષાને વેશ લેનાર અથવા દેશવિરતિ આદરી શ્રાવકને વેશ કાઢનાર અને ત્યાર પછી અન્ય કાર્યમાં પડી જઈ પિતાને વેશ ન ભજવનાર–વેશને લજવનાર કેવી રીતે હાંસીપાત્ર થાય છે અને તે હકીક્ત તેને કેવી રીતે શોભા આપનાર થતી નથી તે બતાવ્યું. વેશ લીધે હોય તે તે બરાબર ભજવવું જ જોઈએ; અષાહાભૂતિને જ્યારે ભરત ચક્રવર્તીનું નાટક કરવા કહ્યું ત્યારે તેમણે એવી તદ્રુપ ભાવના અંતઃકરણથી કરી અને અભિનય સાથે એક સુંદર પાઠ ભજવી આપે કે સત્યરૂપે આરિસાભુવનમાં ભરતચકીની પેઠે પિતાને કૈવલ્ય પણ ઉત્પન્ન થયું. આનું નામ તે પાઠ ભજવે કહેવાય અને બાકી બીજા સર્વ છે તે તે ગવૈયાની ટેળીના સાજ માત્ર છે, વ્યવહારરૂપ છે. જેમ નાચનારની સાથે વાજા વગાડવાવાળ, તબલચી, શરણાઈવાળા વિગેરે અનેક હોય છે પણ સુખ નાચનાર તે એક જ હોય છે તેવી રીતે મુખ્ય કાર્ય કરવા ધાર્યું હોય છે તે તે એક જ હોય છે અને વચ્ચે વચ્ચે જે કાર્ય થાય છે તે તે સાધ્યરૂપ નથી પણ સાધારણ છે. દાખલા તરીકે નાચનારની સાથે ઉપર ગણવેલ સાજ હોય છે તેવી રીતે મોક્ષમાર્ગ સાધતાં વચ્ચે વર્ગગમનાદિ કાર્યો થઈ જાય તે સર્વ પ્રાસંગિક છે. આ જ કાર્ય માટું આદર્યું છે, તેનું પ્રયાણ મોક્ષ જવાનું છે, તેનું સાધ્ય ક્ષસ્થાન છે અને તેટલા માટે તેને