________________
આડત્રીશમુ.] નટનાગર અને ચેતનને સંગ.
૩૬૧ પાંચમા પદના પ્રસંગે આપણે નટનાગરની બાજીની મજા જોઈ છે. એક સમયમાં સ્થિરતા વિગેરે પામવા છતાં ઉત્પત્તિ વિનાશ વિગેરે તેનાં કેવી રીતે થાય છે તે સર્વે આપણે બહુ વિસ્તારથી જોયું હતું. એવી રીતે અનેક પ્રકારની બાજી ખેલતે આ નટનાગર મહા ચાતુર્યવાળે ઉસ્તાદ બાજીગર છે. હવે એ જ નટનાગરને સૂત્રધારરંગાચાર્ય કલ્પીએ તે વળી વધારે આનંદ આપનારી હકીકત તે જણવશે. અનેક પ્રકારના ખેલને ગોઠવનાર અને તેઓને આરસ્પરસ સંબંધ સમજીને જનાર રંગાચાર્ય બહુ વાસ્તવિક રીતે નટનાગર કહેવાય છે. તે પોતે કઈ પાઠ ભજવતું નથી પણ દરેક પાઠ તેની આજ્ઞાનુસાર ભજવાય છે અને દરેક પાત્રના અભિનયતારા રંગાચાર્ય અપ્રસિદ્ધપણે વ્યક્ત થાય છે. આથી દરેક પાઠની વ્યવસ્થા માટે જેમ તે જવાબદાર રહે છે તેમ વાસ્તવિક રીતે કહીએ તે તે જ પાઠ ભજવે છે એમ કહી શકાય. રંગાચાર્યનું કામ સર્વથી વધારે મુશ્કેલ છે અને તેથી નાટ્ય કાર્યની-સર્વ કમાણે તેને જ મળે છે આ ચેતનજી પણ એવા જ રંગાચાર્ય છે. એના હુકમ પ્રમાણે સર્વ બાજી મંડાય છે અને સર્વ પાત્રોનાં અભિનય, નૃત્ય અને અવાંતર પ્રયોગને માટે તે જવાબદાર રહે છે. સર્વ બાજીના પ્રયોગ તે સમજતા હોવાથી નાટ્યકળાને અંગે બહુ ઉપચાગી પુરૂષમાં તેની ગણના થાય છે. આ ચેતનજી પણ તે જ પ્રમાણે સૂત્રધારને પાઠ ભજવે છે. તે દરેક બાજી જાણે છે અને તેની આજ્ઞાનુસાર સર્વ પ્રાગે ચાલે છે. સિદ્ધના જી પણ આખી બાજી સમજતા હેવાથી નટનાગર કહી શકાય અને આસશસિદ્ધ છે પણ તે જ કક્ષામાં આવી શકે. મતલબ ટૂંકમાં કહીએ તે સર્વ જી એક રીતે સૂત્રધાર છે અને તેની આજ્ઞાનુસાર બાજી રચાય છે અને ભજવાય છે. સિદ્ધના છ બાજી રચતા નથી પણ અન્ય રમાતી બાજીએને બરાબર જાણી શકે છે, તેઓ પોતે બાજી રમતા હોય એમ ધારવું જ હોય તે જ્ઞાનોપચાગ અને દર્શને પગની વિશુદ્ધ બાજીમાં પાંચમા પદમાં તેઓ માટે પણ જે ઉત્પત્તિ, લય અને સ્થિતિ બતાવી છે તે સમજી લેવી અને તેટલા પૂરતે તેઓ પણ સૂત્રધારને પાઠ ભજવે છે એમ અપેક્ષાથી કહી શકાય.