________________
તેત્રીશમુ.] પતિ મેળાપ માટે સમતાની આતુરતા.
૩૧૭ વિરહાગ્નિમાં બાળી મૂકી અને ત્રાસ આપે છે. પતિવિરહી અને રાત્રિને સમય એકલા પસાર કર એ બહુ મુશ્કેલ થઈ પડે છે, વિરહજવાળા દિવસ કરતાં પણ રાત્રે વધારે સતાવે છે અને સંસ્કૃત કવિઓ પિતાની પ્રતિભાથી જ્યારે વિરહી સ્ત્રીનું વર્ણન કરે છે ત્યારે રાત્રિને સમય તેની સ્થિતિનું દર્શન કરાવવા માટે વધારે પસંદ કરે છે. એકાંત સ્થાનમાં કામદેવ પિતાનું જોર વધારે ચલાવે છે એ કાવ્યગ્રંથ વાંચનારથી અજાણ્યું નથી. અંધારી રાત્રિ આ બિચારી વિરહી સ્ત્રીને બહુ હેરાન કરે છે, અને તેની પીડાની દયા ખાવાને બદલે રાત્રિએકશમાં ઝળકતા તારારૂપ દાંત દ્વારા આ વિરહિણની મશ્કરી કરે છે.
જ્યારે ખડખડાટ દાંત કાઢવામાં આવે છે, અટ્ટહાસ કરવામાં આવે છે ત્યારે દંતપંક્તિ બહાર દેખાય છે તેવી રીતે આ આકાશરૂપ સ્ત્રી આકાશમાં ઝળતી તારાપક્તિરૂપ પોતાના દાંત બતાવી બતાવીને આ વિરહી સ્ત્રીને ત્રાસ આપ્યા કરે છે. આ પતિમાં ભાવ એ છે કે પતિના વિરહે સૌભાગ્યવતી સતી સ્ત્રી પતિના વિરહથી ખેદ કરતી આંખનું એક પણ મટકું માર્યા વગર પતિના નામની જપમાળા જપતી પતિના માર્ગનું નિરીક્ષણ કરે છે અને નિશ્વાસ નાખી ખાલી ચક્ષુએ આકાશ સામું જુએ છે. દુખીને દુનિયા પિતાની મશ્કરી કરતી જણાય છે, સુખીને પિતા તરફ હસતી જણાય છે તે પ્રમાણે આ પતિવિરહિણી સ્ત્રીને આકાશ પણ તારારૂપ દાંત દેખાડીને મશ્કરી કરતું હોય અને તે દ્વારા રાત્રિ પણ તેની મશ્કરી કરતી હોય એમ લાગે છે. - અહી એટલે મને. એને અર્થ મેહમય રાત્રિ એ પણ થઈ શકે. એકાંત સ્થાનમાં માહ રાજા પિતાનું પરાક્રમ વધારે બતાવે છે. એ પ્રસિદ્ધ હકીકત છે તેથી અત્ર રાત્રિને સમય પસંદ કર્યો છે
પતિ વિરહમાં શેક કરી કરીને–આંસુઓની ધારા પાડીને મે હે અનુભવ મિત્ર! ભાદર કાદવવાળો કરી ચૂકયા છે, મતલબ કે મારી આંખમાં એટલાં આંસુ આવે છે કે લેકેક્તિ પ્રમાણે મારી એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદર ચાલ્યા જાય છે, મારાં આંસુ ખળતાં નથી, અટકતાં નથી, બંધ પડતાં નથી, અને આવી રીતે પતિવિરહમાં હું રોધાર આંસુએ રડ્યા જ કરું છું અને પતિને મળવાને આતુર રહું છું.