________________
ચોત્રીશમુ. પરરમણ કરતા પતિની દશાનું વર્ણન. ૩ર૩
હ સ!િ પ્રવીણ નાટકીઆને વેશ (તે) જુઓ. જૂદા જૂદા પાઠ તે ભજવે છે તેથી તેનાં એ તદ્દન ફિક લાગે છે.”
ભાવ–અનુભવને ઉપર જણાવ્યું તે પ્રમાણે કહીને પતિ પાસે મોકલ્યા પછી શુદ્ધ પવિત્ર સાધ્વી સુમતિ પોતાની સખી શ્રદ્ધા પાસે બેસી પિતાના પતિ સંબધી વાત કરે છે. બે સખીઓ એકઠી થાય ત્યારે આવી વાત કરે એ તદ્દન સ્વાભાવિક છે. એટલા ઉપરથી એ પતિ તરફ જરા પણ અણગમો બતાવે છે એ અર્થ નીકળતું નથી, પરંતુ પિતાને અતિ પ્રેમ છતાં પતિ કેવું અઘટિત વર્તન ચલાવે છે એ બતાવવા માટે આ હકીકત પિતાની સાહેલીને કહે છે. શુદ્ધ ચેતના સુમતિને આ પ્રમાણે કહે છે એ અર્થ લઈએ તે તેમાં પણ વિરોધ નથી.
સુમતિ કહે છે–હે સખિ! મારા પતિ મહાપ્રવીણુ નાટકી છે. તેઓ વારંવાર નવા નવા વેશ પહેરે છે અને નવાં નવા નાટક ભજવે છે. (એ નટનાગરની બાજી કેવી અદ્દભુત છે તે આપણે પાંચમા પદમાં બહુ વિસ્તારથી વિચારી ગયા છીએ.) હે સખિ! એ મારા નાટકીઆ નાથના વેશ તે જુએ. એ કાંઈ ગામડીઆ ભવાયા હોય તેવા મૂર્ખ નથી, પણ શહેરી નાટકીઆ જેવા બહુ ઉસ્તાદ છે, પ્રવીણ છે, કુશળ છે. પ્રવીણ નાટકીઆ પેઠે આ ચેતનજી વારવાર પિતાના પાઠ ભજવે છે અને વેશ ફેરવે છે. છેડે વખત તે માયા સાથે પ્રેમ કરે છે, વળી તે કુમતિની સાથે નાચ કરે છે, પાછા વળી મમતાની સાથે ભેટે છે, વળી પાછા તૃષ્ણાને પગે પડે છે, વળી રાગમાં રંગાઈ રતિમાં રમે છે, શોકમાં ડૂબી જઈ અરતિમાં આરડે છે, કપટકળા કેળવી જગને ધૂતે છે, અભિમાન કરી માનમતંગજપર ચઢે છે, ક્રેપ કરી અન્યને તુકારે છે, પિતાપર ગુસ્સે થઈ પિતાનું જ માથુ ફડે છે, ઈન્દ્રિય ભેગમાં આસક્ત થઈ સ્પર્શ, જપ, રસ, ગંધ અને શબ્દના અનેક પ્રકારના વિકાસમાં મેજ માણે છે, રાજા થઈ હાથીપર બેસે છે, ભીખારી થઈ ભિક્ષા દેહિ કરે છે, રોગી થઈ રખડે છે, ભેગી થઈ ભટકે છે, શગી થઈ છટકે છે, કેઈ વાર દેવનો વેશ કાઢે છે, કોઈ વાર મનુષ્યને વેશ ધારણ કરે છે, કેઈ વાર અનેક પ્રકારના તિર્થના વેશ ધારણ કરે છે, કેઈ વાર નારક જાતિમાં મહા દુખ જોગવનાર વેશને પહેરી લે છે. આવી રીતે અનેક જાતિમાં અનેક વ્યક્તિરપે