________________
૨૪ આનંદઘનજીનાં પટ્ટ.
૫દ મને પણ ઉંઘ આવતી નથી, વિરહી સ્ત્રી આખો વખત દિલગીરીને લીધે નિશ્વાસ મૂક્યા કરે છે, નીચ શ્વાસ લે છે, પણ વાંચો શ્વાસ લેતી નથી તેવી રીતે હું પણ ઊંચા શ્વાસ લેતી નથી અને વિરહી સ્ત્રી જેમ મનમાં વારંવાર ખેદ પામ્યા કરે છે તેમ હું પણુ પશ્ચાત્તાપ કર્યા કરું છું, ખેદ પામ્યા કરું છું, શોકગ્રસ્ત થઈ જાઉં છું. આટલી બધી વિજ્ઞપ્તિ કરતાં છતા અને પતિ માટે આકાંક્ષા રાખતાં છતાં પણ પતિ જ્યારે પોતાને મંદિરે નથી જ પધારતા ત્યારે વિરહી શ્રી ગણુ થઈ ભભૂત લગાવી ઘર છેડી સંસાર તજી દેવાનો વિચાર કરે છે, તેમ હું પણ આ વિરહાવસ્થા ન સહન થવાથી ગણુ થઈ ઘરથી નીકળી જવાનો વિચાર કરું છું તેથી હે સખિી હવે તે તું ચેતનજીને-મારા નાથને-મારા હદયવલ્લભને સમજાવ. તેઓને કહે કે આ તમારી પ્રાણવલભા તમને મળવાને આટલી આતુર છે અને તમે તેની સામે દષ્ટિ પણ કરતા નથી તે હવે તે તે તમારા વિરહથી ભેખ ધારણ કરશે ને જેગણું બની ચાલી જશે.
આધ્યાત્મિક અર્થ-આ આખુંપદ આધ્યાત્મિક અર્થથી ભરપૂર છે. તેના અર્થને કિંચિત્ ઝળાટ કરવા અત્ર પ્રયાસ કર્યો છે. વધારે વિચારણાથી વિદ્વાન વાચકને તેમાંથી અનેક નવા ભાવ સ્ફરશે એમ લાગે છે. કેઈ નવીન ભાવ જાણવામાં આવે તે અથવા સ્પરે તે વિવેચનને જણાવવા કૃપા થશે. હકીકત એમ છે કે વિરહદશામાં જેમ પતિપરાયણ સતીને ઉંઘ આવતી નથી તેમ વિભાવદશામાં વર્તનારા એને રોગનિદ્રા આવતી નથી. મતલબ તેની શુદ્ધ ચેતના પતિસંગે જે સુખ મેળવી શકે તે તેને મળતું નથી અને તે સુખ પૈકી એક સુખ આનંદથી મીઠી નિષ આવવાનું છે. ચેગનિદ્રામાં ચેતનજી પોતાના મન વચન કાયાને ગોનું ફુધન કરી બાહ્ય દશામાથી નિવત અંતર દશામાં વીતે રહે છે અને તેથી બાહ્ય દશાને અંગે તેને રોગનિદ્રામાં પડી ગયેલે ગણવામાં આવે છે. જ્યાં સુધી પ્રાણી સંસારદશામાં ર પર રહેતે હોય છે ત્યાં સુધી તેને ચગનિદ્રા આવતી નથી અને રોગનિદ્રા શું છે તેને જયાલ પણું આવતો નથી. શુદ્ધ ચેતના ઉંઘ આવતી નથી એમ કહે છે તે બાહ્ય દશાને અંગે સંસાર જાગૃનિ અને રોગનિદ્રાનો અભાવ સમજ.