________________
૩૪૫
છત્રીસમું.
સુમતિને વિરહાલાપ. વિરહદશામાં સાવી સતી પતિના નામનું સ્મરણ કરતી નિસાસા મૂક્યા કરે છે, શાકમાં રક્ત થાય છે પણ કદિ ઊંચો શ્વાસ લેતી નથી. ઊંચે શ્વાસ લે તે હંમેશાં સંતેષ, આનદ, સ્વાશ્ય બતાવનાર છે, તે દુખી જીવેને હેતે નથી, નીચે શ્વાસ શેકથી, જૈધથી અને અરિથરતાથી આવે છે તે વિરહી સ્ત્રીઓના નશીબમાં હોય છે. એવી રીતે આ જીવ પણ વિભાવદશામાં વર્તતા હોય છે ત્યારે નીચ પરિણતિરૂપ નિસાસા મૂક્યા કરે છે પણ ઉરચ પરિણતિરૂપ ઉસાસ લેતા નથી. વિભાવદશામાં પરિણતિની નિર્મળતા થવી અશક્ય છે, બહુ મુશ્કેલ છે અને તેથી મહા ભાગ્યોદય હોય તે જ જીવ ઉચ્ચ વિચાર્શેણિમાં આવી શકે. સંસારાનંદમાં આસક્ત જીવ સ્થળ સુખની સગવડ માટે અને વિષયભોગ માટે ઉદ્યમ કર્યા કરે છે, વિશુદ્ધતર જીવનની અપેક્ષાએ એ સર્વ નિસાસા જ છે.
વિરહી સ્ત્રીના મનમાં અનેક પ્રકારના વિચાર આવ્યા કરે છે. પતિ પિતાને મંદિરે પધારશે કે નહિ? કયારે પધારશે? મારી સાથે પ્રેમ કરશે કે નહિ? મારે વિચાગ હમેશને માટે દૂર કરશે કે નહિ? આવા આવા વિચારો કરી સુમતિ અથવા શુદ્ધ ચેતના પોતાના મનમાં મુંઝાયા કરે છે, ખેદ પામે છે અને તેને લઈને મનમાં તેને પશ્ચાતાપ થાય છે કે પતિને પિતાની તરફ આકર્ષણ કરીને ખેંચી લાવવામાં હજી પિતે નિષ્ફળ નીવડી છે. ચેતનજી પણું માયા મમતાની બતમાં પડી જઈ શબ્દ વરૂપે પ્રગટ કરતા નથી અને પ્રાપ્ત થયેલ અવસરને લાભ લેતા નથી, છેવટે બહુ પશ્ચાત્તાપ પામે છે અને ખેદ કરે છે, પરંતુ પછી ગયેલ અવસર હાથમાં આવતું નથી. શુદ્ધ ચેતનાના પ્રસંગને લાભ લેવામાં પ્રમાદ કરનાર અથવા બેદરકારી કરનારને પશ્ચાત્તાપ થાય એમાં કાંઈ નવાઈ જેવું નથી.
આવા કારણથી ટાળીને શુદ્ધ ચેતના વિચાર કરે છે કે હવે તે ગણુ થઈને ઘર બહાર નીકળી જઉં. આગલી ગાથામાં ઝેર ખાવાની હકીકત કહી હતી અને ઉપરના પદમાં જીવ લેવાની વાત અંતકને કહી હતી તેને અનુરૂપ આ વિચાર છે. પતિવિરહી સ્ત્રી પતિને અનેક પ્રકારે વિનવે છતાં તે જ્યારે મંદિરે ન પધારે ત્યારે પછી સ્વાભાવિક રીતે તે એ વિચાર કરે કે હવે જ્યારે પતિમેળા