________________
૩૪૬ આનંદઘનજીનાં પદો
[ પદ પની આશા રહી નથી ત્યારે ભભૂત લગાવી અલેક જગાવી જોગણું થઈ ઘરથી નીકળી પડું. હે ચેતનજી! તારા ઉપર આટલે પ્રેમ રાખનારી એકપતિનિષ્ઠાવાળી સાળી તારા મદિરમાંથી નીકળી જશે તે પછી તારે ભભૂત ચાળવાને જ વખત આવશે અને તે રાખમાં જ રગાઈશ. તારે બહુ વિચાર કરવાની જરૂર છે. આવી મહા પતિપરાયણ સતી તારો પરિચય કે જેના ઉપર તેને પ્રથમ અને સર્વે&ણ હક છે તેને ઈ છે છે અને તે તેની દરકાર પણુ કરતા નથી, એ તને કંઈ પણ પ્રકારે ઘટતું નથી. જે, તારી પત્ની સતી છે તેથી બીજુ તે કાંઈ કરશે નહિ પણ તું કુલટાની સખતમાં રહે છે તેથી કંટાળી તારું ઘર છોડી ગણુ થઈ જશે તે તારા શા હાલહવાલ થશે અને પછી તારે તેની શોધમા કેટલી સંસારયાત્રા કરવી પડશે તેને તું વિચાર કર. આ સર્વ હકીક્ત ધ્યાનમાં રાખી સુમતિ કહે છે “હે સખિ શ્રદ્ધા પતિ પાસે જા, અને તેમને સમજાવ. તેઓને મારી સર્વ હકીકત કહે, મારી વર્તમાન સ્થિતિ શું છે તે તેઓને બતાવી આપે અને છેવટે જે તેઓ મારે મંદિરે નહિ આવે તે મારી શું સ્થિતિ થશે તે તેઓને તાદસ્થ બતાવી આપ. પતિને કહેજે કે તમારે ધર્મયૌવનકાળ ચાલ્યા જાય છે અને તેવા વખતમાં મારી સાથે વિલાસ કરી આનદ ભોગવી લેશે તે તમારે પછી કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહિ, નિરંતરને માટે દુઃખને છેડે આવી જશે અને તેઓશ્રી અને હું વિજન પ્રદેશમાં સાદિ અનત અવ્યાબાધ સુખ જોગવશું. એ સુખ કેવું ઊંચા પ્રકારનું છે તે કહેવાની અત્યારે જરૂર નથી પણ મારા નાથ મારી પાસે આવે તે તેની વાનકી તે તેઓને બતાવી આપું. આટલે સંદેશ તું મારા નાથને જરૂર આપજે
આ પદની ભાષા આનદઘનજીની સામાન્ય શૈલીને તદ્દન અનુરૂપ છે, એમાં બતાવેલા વિચારે પ્રૌઢ અને અતરંગ છે અને એને ભાવ તથા આશય હદયના ઊંડા પ્રદેશમાં અસર કરનાર છે. બીજી કેઈ પણ પ્રતમાં એ પદ નથી છતાં એ આનંદઘનજીની કૃતિ નહિ હાય એમ કહેવામાં આંચકે આવે છે.