________________
ક
આનંદઘનજીનાં પો.
[પદ નાથ મારી સેબત અટકાવે છે-કરતા નથી અને આવી રીતે જોબન (નકામું) ચાલ્યું જાય છે. હે સખિ! આ દિવસે તે હસવા ખેલવાના છે (તેને બદલે) રાતે રેતાં રોતાં પસાર થાય છે.”
ભાવ-આ પદ માત્ર ભી. મા. વાળી બુકમાં છાપેલું છે, મારી પાસે પદેની બીજી પ્રતિ આવી છે, તેમાં તે નથી. શૈલી આનંદઘનજીની જણાય છે તેથી આખું પદ મૂકી દેવાને બદલે તેના કર્તા આનંદઘનજી હશે કે કેમ, તેની ચર્ચા ઉપાદ્દઘાતમાં કરવાનું રાખી તે પદનું વિવેચન અત્ર કર્યું છે.
સુમતિએ પતિને અનેક પ્રકારના સંદેશા કહેવરાવ્યા, આડકતરી રીતે તેઓને પિતાના મનને અભિપ્રાય પણ સંભળાવી દીધે, એ સવની અસર હજુ પતિ ઉપર થઈ નહીં. દરમ્યાન એક વખત સખીઓના આગ્રહથી પોતે પતિ મદિરે પધારશે એમ ધારી શયનગ્રહમાં ગઈ તે શય્યા ખાલી દીઠી. (ઉપરનું પદ જુઓ ત્યાં શય્યા નજીક બેસી કેટલાક શંકાગાર કાઢી પછી પિતાની સખી શ્રદ્ધા પાસે આવી તેને પિતાનાં દુઃખની વાત કરે છેઃ હે સખિ! પતિ તે મારા સંગ કરતા નથી પણ ઉલટા તેને અટકાવે છે, ગમે તેમ કરીને મારે સગ ન થાય એવું વર્તન કરે છે અને મારું યૌવન ચાલ્યું જાય છે. અત્યારે પતિ સાથે મેળાપ કરી, હસવા ખેલવાને વખત છે, યૌવનકાળમાં વિલાસી સ્ત્રી પુરૂ અનેક પ્રકારના આનંદ કરે છે, વસંતઋતુમાં વિલાસ કરે છે અને શરઋતુમાં ચકચેરનાને આનદ અનુભવી વાત વિનેટ કરે છે–આવી રીતે ચૌવનકાળમાં અનેક પ્રકારના આનદો જોગવી પરસ્પર પ્રેમ વધારે છે, પણ મારે તે પતિ મંદિરે પધારતા ન હોવાથી મારે યૌવનકાળ –આનંદ કરવાને વખત હોવા છતાં મારું યૌવન નિષ્ફળ ચાલ્યું જાય છે, એટલું જ નહિ પણ હસવા ખેલવાને બદલે પતિવિરહથી આખી રાત્રિ દરરોજ રાતાં રતાં પસાર થાય છે. પતિ વગરની શસ્યા જોઈને યૌવનમસ્ત સ્ત્રીને કેવી દિલગીરી થતી હશે, એ તે તું જાણે છે, મારી પણ એ જ સ્થિતિ થઈ છે. સંસારરસિક સ્ત્રીઓ આવા પ્રસંગે અનેક પ્રકારની વાંછનાઓ પૂર્ણ કરે છે ત્યારે મારે તે રાત્રિએ રડવામાં જ પસાર કરવી પડે છે અને આવા મજા ઉડાવવાના દિવસે એળે જાય છે.