________________
છત્રીશમુ.] સુમતિને વિરહાલાપ.
૩૪૧ સારામાં સારી વસ્તુઓ શરીરપર ધારણ કરે છે, તેવી રીતે સુમતિ પણ જાણે રનઆભૂષણથી જડાઈ ગયેલી હોય તેવી દેખાતી હતી. સુમતિ પિતાની તે રિથતિને વિચાર કરતાં બોલે છે કે આવી રીતે શણગાર સજેલી મને મોતીની માળા પણ પસંદ આવતી નથી. પતિ મંદિરે પધારતા હોય તે સાદેવી સતીએ શણગાર સજવે ઉચિત ગણાય, મારે શણગાર સજવાનું પ્રયોજન જ રહેતું નથી અને સજેલ શણગાર મને ગમતું પણ નથી. પતિને આ અસહા વિરહ હોવાને લીધે હવે તે મારા મનમાં એમ આવે છે કે હું ઝેર ખાઈ લઉં, કારણ પતિ મને ટળવળાવે છે પણ મારે મંદિર પધારતા નથી અને મારાથી હવે તેને વિરહ સહન કરી શકાતું નથી. અત્ર વિરહી સ્ત્રીના મનમાં જે વિચારે થાય તેને તાટસ્થ ચિતાર બતાવવામાં આવ્યા છે.
આધ્યાત્મિક અર્થ શુદ્ધ ચેતના અથવા સુમતિએ પચમહાવ્રતરૂપ આભૂષણો ધારણ કર્યા છે અને તેમાં કવચિત્ કવચિત્ ક્ષમા, સંતોષ, સયમ વિગેરે રત્નો જડ્યાં છે. આવાં આવાં અનેક રત્નોથી વિભૂષિત થયેલું શરીર ગુણરતનથી ઢંકાયેલું છે, મઢાઈ ગયેલું છે, જડાઈ રહેલું છે. તેમાં વળી દીક્ષાદિક અવસરે નવીન રને જડવામાં આવે છે અને એમ ભવચક્રમાં ભમતાં કોઈ કોઈ વાર નવીન નવીન દીક્ષાદિક રને ચેતન ચેતના પાસે ધારણ કરાવે છે. એ ઉપરાંત ચેતનાએ પિતાના ગળામાં મૌક્તિક ગુણમાળા પણ ધારણ કરી છે અને તેમ કરીને પોતાનું અખંડ સૌભાગ્યપણું બતાવી આપ્યું છે. ચેતના પિતાની શુદ્ધ દશામાં અનેક ગુણો ધારણ કરનાર છે અને તેનું મળરહિત શુદ્ધ શરીર રત્નઆભૂષણથી વિભૂષિત છે, પરંતુ ચેતનજી પિતાને મંદિર આવતા નથી, પિતાને શુદ્ધ ભાવ પ્રગટ કરતા નથી અને કુલટા સ્ત્રીઓને સંગ મૂકતા નથી, તેથી છેવટે કંટાળો ખાઈને શુદ્ધ ચેતના કહે છે કે ઉપર ઉપરના દીક્ષાદિક રન્નેને ગમે તેટલે -બાહ્ય આડબર કરવામાં આવે પણ જ્યાં સુધી મારા નાથ પતે ત્યાં હાજર નથી ત્યાંસુધી સર્વ નકામું છે, ફેકટ છે, વ્યર્થ છે. ગમે તેટલી શુભ કણું કરવામાં આવે પણ જ્યાં સુધી તેમાં શુદ્ધ ઉપગ ન હોય, ગમે તેટલા બાહ્ય આડંબર કરવામાં આવે પણ જ્યાં સુધી અંતરાત્મા જાગ્રત થઈ બેઠા ન હોય ત્યાંસુધી વરતુતઃ તથા પ્રકારના ફળની