________________
છત્રીશમુ.] સુમતિના વિરહાલાપ.
૩૩૯, આ પદને આધ્યાત્મિક અર્થ કરતી વખતે યૌવનકાળ એટલે ધર્મનાં સાધકબાધક કારણોની અર્થાત્ વિશિષ્ટ ફળ આપનાર અને તેમાં પ્રત્યવાય નાખનાર કારણની સમજણ એ ભાવ લે. આવા પ્રકારની સમજણને-જ્ઞાનને ધર્મયૌવનકાળ સમજ. ચેતના કહે છે કે હે સખિી મારા પતિ માટે સંગ કરતા નથી તેથી મારે ધર્મયૌવનકાળ-ધર્મસાધના કરી શુભ ફળ બેસાડવાને અગત્યને વખત નકામા ચાલ્યા જાય છે. આ દિવસે શુભ ધર્મફળ પ્રાપ્ત કરવા માટે તેમાં હસવા ખેલવાનાતેમાં રમણ કરવાના છે અને તેમ કરી ધર્મસાધન કરી લેવાના છે. એ અવસર એ સુંદર છે કે એ વખતમાં ધારીએ તેટલું શુભ ફળ મેળવી શકાય તેવું છે અને તેમ કરવા માટે જે અનુકૂળતા પ્રાપ્ત થવી જોઈએ તે મળી પણ છે. સંસારચકમાં આ અવસર વારંવાર આવતા નથી. અનેક દુર્ગતિઓમાં તે શુભ ફળવિચારણાને અવકાશ જ આવતું નથી. આ સારે અવસર પ્રાપ્ત થયા છતાં પતિ તે આર્ત રૌદ્ધ ધ્યાનમાં પિતાને વખત કાઢી નાખે છે, નકામી રાજકથા દેશકથા વિગેરે વિકથાકવામાં કાળ ગુમાવે છે, વિષય કષાય સેવનમાં અને પ્રમાદમાં સમય નિર્ગમન કરી નાખે છે, પિતાને જે સાધન કરવાનું છે તે સર્વ રહી જાય છે અને મળેલી અનુકૂળતાઓને કશો પણ સદુપગ થત નથી. આ અર્થમાં યૌવનકાળ તે ઉપર જણાવ્યું તેમ ધર્મનાં સાધકબાધક કારણો અને તેનાં ફળની સમજણ એ સમજ આનંદના દિવસે તે ઈચ્છિત સાધન કરવાને સમય જાણવા અને રાત્રિ દેવામાં જાય છે તે આર્ત રૌદ્ર ધ્યાનમાં કાળ ચાલ્યા જાય છે એમ સમજવું. હવે આવી બાબતમાં આપણે કેટલો નકામે કાળ જાય છે, તે જરા વિચારવા યોગ્ય છે. એક દિવસે સવારે ઉઠીને રાતે સુતા સુધીમાં કેટલી કલાકે નકામી રીતે પસાર કરી છે તેની વિચારણા કરશે તે જણાશે કે બહુ વખત સાધારણ વ્યવહારના કાર્ય ઉપરાંત નકામી વાતામાં–પરનિકામાં અથવા સ્કર્ષ બતાવવામાં ચાલ્યા જાય છે. એ ઉપરાંત ઇંદ્રિયને અનુકૂળ પદાર્થો મેળવવામાં, શરીરની સંભાળ કરવામાં અને ખાનપાનના પદાર્થોની ગોઠવણ કરવામાં બહુ કાળ જાય છે. ઈષ્ટ વિચાગ અનિષ્ટ સંચાગની ચિંતામાં, તેના વિચારમાં અને સંસારને વળગતા જવાના પ્રયાસ, પ્રપંચ અને ધમાધમમાં પ્રભૂત