________________
૩૩૬
આનંદનનાં પા.
[ પદ
એક માનસિક આનદ આપનાર છે; એક વિભાવદશામાં તમને અભિમત છે અને એક સ્વભાવદશામાં અભિમત છે. આથી તમને જે અભિમત પદાર્થો છે અને જે તમને મળ્યા છે તે સર્વને લઈને અને ખાસ કરીને મારા અને તમારા અંતર પ્રદેશમાં મેળાપ થવાના હાવાથી આપને સ્વાભાવિક આનંદ આપે તેવા સર્વ પદાર્થો સાથે લઈને આપ મારે મંદિરે પધારો અને મને ઘણું—માપ વગરનું સુખ આપા, આ મારા વિદ્ધકાળ છે, આપની સેજડી ખાલી પડી છે અને તે જોઈ મને પ્રહાર જેવા આઘાત થાય છે તેવી સ્થિતિને કૃપા કરીને દૂર કરી, જેથી મને સુખ થાય અને આપને ઘરઘર ભટકવું મટી જાય.
હું મારા નાથ! આવા અવસર વારંવાર આવતા નથી, તમને આ ભવમાં જે અનુકૂળતા પ્રાપ્ત થઈ છે તે પણ મહા દુર્લભ છે, તમને મનુષ્યભવ મળવા એ પણ માટી મુશ્કેલીની ખામત છે, તેમાં પણ આ સ્વભાવ વિભાવના સ્વરૂપ સમજવા જેટલી બુદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે તે તા મહાભાગ્યે કોઈ વાર જ પ્રાપ્ત થાય છે. તમારામાં તે સર્વે ભરેલ છે અથવા તમે તદ્રુપ છે, પણ તમે તે પેલીએની સામતમાં એવા પડી જાઓ છે કે બુદ્ધિદીપક આડુ મેટું આવરણ મૂકી દે છે! અને તે ખસેડવું તમને પણ બહુ મુશ્કેલ થઈ પડે છે. આ સર્વ સ્થિતિને આળગી તમે તમારે માટે સ્વતંત્ર વિચાર કરી શકે, તમારી જાત તરફ જોઈ શકે, તમારા પરિવારને ઓળખી શકે, તેના ગુણુદાષ તરફ કેટલુંક વિવેચન કરી શકે એટલી શક્તિ તમને પ્રાપ્ત થઈ છે, તે પછી મારી આપને વિજ્ઞપ્તિ છે કે આપ આપના મત પ્રમાણે આપને જે અભિમત વસ્તુ ડાય તે સર્વે લઈ મારે મંદિરે પધારો અને મને આનંદ આપે, મારી વિરહાવસ્થા દૂર કરી અને આપ આપના નામને ઘટે તેવા ભાગવિલાસ મારી સાથે ભાગવા.
મુદ્દાની હકીકત એક જ છે. આ ચેતનજી સંસારદશામાં એવા ડૂબી ગયા છે કે પાતામાં વાસ્તવિક મહાન ગુણી છે તેના તેને ખ્યાલ પણ આવતા નથી, તેથી મહાત્મા આનદધને આવા અતિ પવિત્ર સદ્ગુણીને આકાર (સુમતિશુદ્ધ ચેતના વિગેરેના) આપીને તેઓને ખેલતા કર્યાં
છે. તે આ જીવને ખરાખર વસ્તુસ્થિતિ સમજાવવા સારૂ કામને લગતા તેને પ્રિય મનાયલા શબ્દો ખેલીને તેને પોતાના તરફ ખેંચે છે અને