________________
૩૩૪ આનંદઘનજીનાં પદે.
[પદ છે, છતાં મારે અંત કયાંસુધી લેવાનો છે? અરે મારા નાથ! તારી એમ જ ઈચ્છા હોય તે આ મારે જીવ તું લઈ જા. આ પ્રમાણે વિરહમાં ને વિરહમાં મને વ્યથિત કરી મારી નાખવાને બદલે તે મારા પ્રાણ લઈ જા કે આવી પીડા ભોગવવામાંથી મારી મુક્તિ થાય. હે ચેતનજી! મારું ચેતનાપણુ છે અને સમતા છે તે તું લઈ જા, તું તેને તારી પાસે રાખ અને તેને ગમે તે ઉપયોગ કર. એવી રીતે મારા શુદ્ધ ચેતનને અંત આવશે તેપણુ હું તારાપ બની જઈશ, તારામય બની જઈશ અને પતિપાદમાં પ્રાણાર્પણ કરવાની આર્ય સ્ત્રીની ઉત ભાવનાને મારા અને તારા એકત્ર જોડાણમાં અંત આવશે, આપણે એક થઈ રહીશું અને પરમ સુખનું આસ્વાદન કર્યું. હે નાથ! તને ગમે તે કર, જોઈએ તે મારું જીવન લે, મારા પ્રાણુ લે, પણ હવે આ વિરહવ્યથાને છેડે લાવ, હવે હદ થઈ છે, વધારે પીડા મારાથી સહન થઈ શકે તેમ નથી.
અત્ર જીવ લેવાનું કહ્યું તે અલકારિક છે. પતિચરણમાં પ્રાણુ અર્પણ કરવાથી પતિમેળાપ થાય છે તે માન્યતાપર આ ટપક છે. પતિને એ રીતે સમજાવીને પિતાનું શુદ્ધ સતીત્વ બતાવી આપવાનું તેમાં લલચાઈ છે. તેને ઉપાલંભ તરીકે પણ કહી શકાય. જેમ છોકરાઓ તેકાન મસ્તી કરતા હોય તેને કહેવું કે “હત તારી મા ઉપવાસ કરે? એના જેવું એ છે. તું મારે જીવ લે અને તેને તે રાખી મૂક મતલબ એ જ આવે છે કે તું શુદ્ધ સમતા ધારણ કરી છેવટે શુદ્ધ ચેતનામય થઈ જા. આ બન્ને અર્થ બરાબર બંધબેસતા આવે છે.
બેજાને બદલે નેજા પાઠ છે. ને એટલે બી. જેમ બેબી લુગડાં ધોતી વખતે તેના ઉપર ધોકાવડ પ્રહાર કરતે હોય તેમ વિરહવ્યથાના પ્રહાર મને બહુ સખત લાગે છે અને તે એવા આકરા લાગે છે કે જાણે દેખી કાવડે ધમધમાવતા હોય.
આવી રીતે શુદ્ધ પતિવ્રતા સ્ત્રી સુમતિ અથવા શુદ્ધ ચેતના પતિને માટે વિરહાનળમાં ડૂબી જઈ શોક કરે છે અને પતિ વગરની સેજડી જઈ અતિ દિલગીરીમાં ગરકાવ થઈ જાય છે. છેવટે પતિ તે હાજર નથી પણ તેઓને ઉદેશીને વિજ્ઞપ્તિ કરે છે.