________________
૩૦ આનંદઘનજીનાં પદે.
[પદ પરીક્ષા કરીને રૂપાને રૂપિચે હશે, સાચું ચલણ હશે ત્યાં જ આવશે. પાઠાંતરને આ પ્રમાણે અર્થ થઈ શકે છે તે વિચારવા એગ્ય છે.
આખા પદને અર્થ ગંભીર દષ્ટિએ વિચારવા લાગ્યા છે. આ ચેતનજી નાના પ્રકારના રેશા કહે છે, ચારે ગતિમાં રખડે છે અને
રાશી ચૌટામાં ભટકે છે, પણ એને આરે આવતું નથી. એનું મુખ્ય કારણ એક જ છે, અને તે એકે આ ચેતનને સ્વભાવ અને વિભાવ વચ્ચે તફાવત શું છે તેને વિવેક નથી, તેને સ્વપરનું ભાન નથી, તેથી અન્ય વસ્તુમા આસક્ત થઈ જઈઉપર ઉપરનું માન્યતાનું સુખ લેવામાં લલચાઈ જાય છે, પરંતુ એટલે વિચાર કરતા નથી કે એ સુખ શું છે? શેનું છે? અને કેટલા વખતનું છે? મતલબ ટૂંકામાં કહીએ તે એ વાસ્તવિક સુખને ઓળખતું નથી અને માની લીધેલા સુખના કારણે, સ્થિતિ અને સ્વય સમજતો નથી અને કઈ ચેચ મહાત્મા તેને સમજાવવા પ્રયત્ન કરે તે તે તરફ લક્ષ્ય આપતું નથી. આને પરિણામે પછી પરભાવમાં તેનું રમણ થાય છે અને તે ધીમે ધીમે એટલે નીચે ઉતરી જાય છે કે મહાન દશાનાં સ્વમ પણ તેને આવતાં નથી. વિભાવદશામાં ઉન્મત્તની પડે ચાળા કથી કરે છે અને સંસારમાં રખડી થાકી જાય છે પણ તેને પાર આવતું નથી. આવી રીતે ધક્કા ખાતાં છતાં પણ મનની શુદ્ધિ ભાગ પીધાને લીધે ન હોવાથી તે સંસારને ચાટતે જાય છે અને ઝેરના કીડાની પેઠે ઝેરમાં જ સુખ માને છે.
રૂપાના રૂપિયા અને રાગના રૂપિયાને તફાવત એાળખી. ભાંગની અસરથી મનશુદ્ધિ ખેાઈ છે તે પાછી મેળવી વસ્તુસ્થિતિ વિચારે, સમતાને ઓળખા, ઘરની સ્ત્રીથી પ્રેમ છે અને પરરમણસંગ મૂકી દે. આવી સુમતિની વાત સાંભળવાને અવસર આવ્યે. છે તે પણ મોટા પુણ્યને ઉદય સમજે, જે સુમતિનું વચન નહિ માની, નહિ સાંભળો, સંસારમાં વા જશે તે પછી સુમતિ કાંઈ બાગ પોકારવાની નથી અને અન્ય ગતિમાં જશે ત્યા તેની માંગ સંભળાવાની પણ નથી, માટે સુમતિ સાથે પ્રેમ જગાડવાનું અને તેના મંદિરે રહેવાનું મન કરી ઉત્ક્રાંતિમાં ઊંચા આવે. વિચારશે તે જણાશે કે આ અવસર સંસારપરિભ્રમણમાં વારંવાર આવતા નથી.