________________
૩૨૮ આનંદધનનાં પદો.
[પદ રખડ્યા કરે છે કે જાણે તેઓએ ભાંગ પીધી હેય નહિ. અત્યારે તે મારા નાથનાં લક્ષણ જોયાં હોય તે તને એમ જણાશે કે તેઓના કામમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહિ, બલવાને ધડ નહિં, વતનનું ઠેકાણું નહિ કેની સાથે કેવી રીતે બેલયું ચાલવું જોઈએ તેને વિચાર નહિ એ તે એવા પ્રકારના થઈ ગયા છે કે જેમ એક માણસે ભાંગ પીધી હોય, લીલાગર કે ગાજે પીધે હેય અને પછી શરીરની કે મનની શુદ્ધિ વગર ગમે ત્યાં અથડાયા પછડાયા કરે તેવી રીતે તેઓ મનની અને શરીરની શુધબુધ
ઈને આડા અવળા ભટક્યા કરે છે. તેઓને વિચાર થતું નથી કે પિતે કેણુ છે? કોની સોબતમાં રહે છે? અને કેવી જગાએ ભટકે છે? પિતાની આબરૂને તેથી કેટલું નુકશાન પહોંચે છે એની દરકાર કર્યા વગર પિતાની જાતને પણ ઓળખતા નથી અને એક પીધેલ માણસની પેઠે-ઉન્મત્તની પેઠે વર્તન કરે છે. કોઈ પ્રસંગે દારુડીઆ કે ગાંજાર રખડુને દેખાવ જેવાને તેને પ્રસંગ બન્ય હોય તે તેના-નપતિના) શરીરના શા હાલ થાય છે તે બરાબર તારા ધ્યાનમાં આવે. તેના મનમાં જે અસ્વસ્થ વિચારે ચાલે છે તે તે અનુભવથી જ જણાય. જેઓ એવી લતમાં પડી ગયા હોય છે તેવાની અવસ્થા સબંધી વિચારે વાંચ્યા હાય-જાણ્યા હોય તે જરૂર બહુ દયા આવે. સુમતિએ પતિને ભાંગ પીધેલ સાથે સરખા એ તદ્દન સત્ય પણ વિચારવા લાયક હકીક્ત છે. હિમય પ્રમાણમદિરા પીને જગતુ ઉન્મત્ત થઈ ગયું છે એ ભર્તૃહરિના વિચાર આપણે અન્યત્ર આ જ ગ્રથના વિવેચનમાં ઈગયા છીએ અને શુદ્ધ ચેતનના અનત ગુણ એક બાજુએ અને તેનું વિષયકર્દીમમાં વિવિધ રૂપે રાચવાપણુ બીજી બાજુએ મૂકી તેને સરખાવવામાં આવે તે ચેતન
ના વર્તનને એક લંગરી–ગંજેરીની પંક્તિમાં મૂકવામાં સુમતિએ જરા પણ છેટું કર્યું છે એમ કહી શકાય નહિ. છતાં તે શુદ્ધ પતિવ્રતા સાવી પતિનું આટલું પણુ વાંકું બોલતાં કેટલી ડરે છે તે કુછ શબ્દથી જણાય છે. એ શબ્દ સહજ અથવા કાંઈક એવા અર્થમાં વપરાય છે. જે કે આ ચેતનજીએ તે ગળા સુધી ભાંગ પીધી છે અને તેના કેફમા
* See Confessions of an Opium Eater.