________________
૩૨ આનંદઘનજીનાં પદો.
[૫ર્દ કરે છે તેવા તેઓ ઘણુ કાળથી-અનાદિ કાળથી ધારણ કરતા આવ્યા છે, ટૂંકામાં અનાદિ કાળથી તેઓની રીત જ આવી થઈ ગઈ છે. આ પ્રમાણે હકીકત છે ત્યારે હવે પછી વારવાર એકને એક બાબતમાં એણે પણ શું આપ્યાં કરવાં? મે તે અનુભવ સાથે કહેવરાવ્યું પણ ખર અને કઈ કઈ વાર ચેતનજી નજીક ઊભા હોય ત્યારે તેઓ સાંભળે તેવી રીતે સર્વ હકીકત તેઓને ઉદેશીને માયા મમતાના સબંધમાં હું કહી ગઈ પણ ખરીપણ સર્વની અસર ચેતનજી ઉપર હજુ જોઈએ તેવી થઈ નથી. હવે વારંવાર કહેવું પણ કેટલું? અરે મારા નાથ વિચારે તે તેઓને તુરત જણાય તેમ છે કે મારી અને માયા મમતાની વચ્ચે એટલે અતર છે કે જેટલે અતર ક્યા અને કથીર વચ્ચે છે. પાને સાચે અપિ હાય અને કથીરને ઢાળ ચાલે ખાટે સપિયે હેય, એ બે વચ્ચે જેટલો આંતરે છે એટલે મારી અને માયા મમતાની વચ્ચે આંતરે છે માયા મમતા નિવ કિમતના છે, ખોટા છે, બેદા છે, રૂપિયા તરીકે ચલાવવા જતાં માટે રાજ્યને ગુન્હ અને તેને પરિણામે થતી સપ્ત સજા અને તિરસ્કારને વહોરી લેનાર છે અને હું સાચા રૂપિયા જેવી પૂર્ણ કિમતવાળી, શુદ્ધ જપવાળી, કચનવર્ણની અને સાચા અવાજ આપનારી છું અને ચેતનજીને કઈ પણ પ્રકારની અગવડમાં નહિ મૂકતાં ઉલટી તેઓને ઈચ્છિત સ્થાનકે જવાની ટિકીટ ખરીદવા માટે મદદગાર થનારી છું; પણ ચેતનજી તે આ તરફ નજર પણ કરતા નથી, અને માયા મમતાના કંદમાં–ઉપર ઉપરના કૃત્રિમ રાગમાં રંગાઈને ફસાઈ ગયા છે, તેઓની સેબતમાં પડી નવા નવા વેશ કાત્યા કરે છે અને ચારે ગતિમા અહીં તહીં અટવાયા કરે છે આવી હકીક્ત છે ત્યારે હવે ચેતનજીને સમજાવવા માટે શું કરવું? તેઓને ઘણુએ ઉપાલંભ આપ્યા તેની તે કોઈ અસર થઈ નથી.
રાંગને રૂપિયા એ શબ્દ હાલ પણ મારવાડી ભાષામાં કથીરના અર્થમાં વપરાય છે. સંસ્કૃત કેષમાં તે રંગ એટલે કલઈ અર્થ થાય છે, રાંગ એ શબ્દ નીકળતું નથી. એકંદરે રાગને ઉપર લખેલે અર્થ અત્યારે પણ પ્રચલિત હેવાથી તે પાઠ શુદ્ધ હોય એમ જણાય છે.
- આ પદ નવમુ તથા દશમુ.