________________
૩૨૪ આનંદઘનજીનાં પદે.
[૫૯ અને તે પ્રત્યેકમાં પાછા જતા જુદા આંતર સ્થિતિ બતાવનાર મહિના આવિર્ભ ધારણ કરી નવા નવા પાઠ ભજવે છે, નવા નવા પાનાં કપડાં પહેરી લે છે અને તેથી થાકી જાય છે. પછી અતિશય પાઠ ભજવેલા નાટકીઆનાં અંગો જેમ ફીક-ઠીલાં પડી જાય તેમ તેનાં અવયવે તદ્દન ફિકો પડી ગયેલાં દેખાય છે, તેના મુખ ઉપર, તેના શરીરપર, તેના પ્રત્યેક અવયવ પર થાકની નિશાનીઓ પ્રત્યક્ષ દેખાય છે. અથવા અતિવિષયી માણસનાં અંગ જેમ શીકાં દેખાય તેમ મારા નટનાગર કુમતિ, માયા, મમતા, તૃષ્ણ વિગેરે અનેક વેશ્યાઓ સાથે નાચતા હોવાથી તેમના શરીર ઉપર પણું વીર્યહાનિની પરિ
સ્પષ્ટ દેખાય છે. જેને તેઓનાં અગ તફન શિકફચ જેવાં લાગે છે, તેઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં દેખાય છે અને તેઓની ચામડી ઉપરથી રતાશ ઉડી ગઈ હોય એમ તેઓની આંખના ફીકા પડેલા ખૂણુઓ ઉપરથી જણાય છે.
અથવા અંગ શબ્દનો અર્થ મોક્ષનાં સાધને એ પણ થઈ શકે. અનેક સ્ત્રીઓ સાથે ખેલવાથી તેઓનાં મોક્ષનાં સાધન તદ્દન ફિક થઈ ગયાં છે, આવાં સાધને પતિને હવે રૂચેતાં પણ નથી અને તેથી કરીને સ્વપરિણામ તેમને પસંદ આવતાં નથી. વિભાવમાં રમણું કરવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે સ્વભાવદશા તરફ પ્રયાણ કરવાનાં સ્વપરિણામ તરફ તેમને રૂચિ પણ થતી નથી.
અથવા અગને અર્થ “નિજ પરિવાર લઈ શકાય. ચેતનજીને નિજ પરિવાર ક્ષમા, માવ, આર્જવ, સંતોષ, દમ, દયા, તપ વિગેરે છે તે સર્વ ચેતનજીની આવી પરરમણુતા જોઈને તદ્દન ફીકી પડી ગયા છે. તેઓને એમ થાય છે કે અમારે જ કુટુંબી થઈને આ ચેતનછ માયા મમતાની કુસંગતિમાં પડી જઈ કેવાં નિષિદ્ધ આચરણ કરે છેકેવાં અધમ કાર્યો કરે છે. કેવી પરિણતિની મલિનતા કરે છે. આવા આવા વિચારથી ચેતનજીને પોતાને પરિવાર ફીકેઝાંખે પડી ગયેલ છે. ચેતનજી પણ ઉપર ઉપરના માહથી માયા તૃષ્ણામાં રૂપરંગ દેખે છે અને આ નિજ પરિવારના માણસેને ફીકા સમજે છે. આવા આવા અનેક વેશ કાઢીને ચેતનજી બીજ બીજાની સોબતમાં રખડ્યા કરે છે.