________________
તેત્રીશમુ.] પતિ મેળાપ માટે સમતાની આતુરતા.
૩૧૯ ભાવ-ચિત્તરૂપ ચકવી પોતાના હાથ ઉપર બન્ને હાથ મૂકીને પતિની શોધમાં ચારે તરફ ફર્યા કરે છે. પતિને મેળાપ કરવાની હઠ ઈરછામાં ચિત્તરૂપ ચકવી આખી દુનિયામાં ફર્યા કરે છે અને પિતાનું હદય સુટી ન જાય તેટલા માટે વિરહી સ્ત્રીની પેઠે પિતાની ધડકતી છાતી ઉપર હાથ મૂકી રાખે છે. અસહ્ય વિરહાવસ્થાનું આ અંતિમ દુઃખદર્શન છે, રડી રડીને થાકી ગયેલી નિસાસા નાખતી વિરહી સ્ત્રીની ધડકતી છાતી ફાટી ન જાય તેટલા માટે તે કાંઈક દિલાસારૂપે પિતાના બન્ને હાથ તેના ઉપર મૂકે છે. પતિથી વિખુટી પડી ગયેલી ચકવી જેમપ્યું પ્યું નદીના કિનારા ઉપર કર્યા કરે છે અને આમ તેમ ઉડે છે તેમ વિરાહી સ્ત્રી પતિઘેલી થઈ તેના નામની જપમાળા જપતી ચે તરફ ફર્યા કરે છે.
અહીં પાઠાંતરને અર્થ વિચારીએ ‘ચિત્ત ચાતક પીઉં પીઉં કરે રે, પ્રણામે દેકર પીસ એ પાઠ લી. માત્ર વાળી બુકમાં છે. ચિત્તરૂપ ચક પતિ પતિ એ અવાજ કરે છે અને બંને હાથ મેળવીને પગે લાગે છે. આ તેનો અર્થ થઈ શકે છે, પણ તેમ કરવામાં ઘણા પ્રકારની અગવડ જણાય છે. એક તે ચાતકને પીણું પીણું કરવાનું જણાવવું તે ચાલતી હકીક્તને અનુરૂપ નથી, તેને સામાન્ય જાતિવાચક શબ્દ ગણી તેને અર્થે ચકવી કરીએ તે જ કાંઈક અર્થઘટના થાય તેમ છે. જેમ ચાતક પાણી પીવાને તર થયે હેય તે શું છુંને અવાજ કર્યા કરે તેમ હું પતિ પતિને જાપ ક્યાં કહું છું એ બીજો અર્થ થઇ શકે તે કાંઈક ઠીક છે, પણ તેમાં દ્વિતીય પક્તિનું અર્થગાંભીર્ય જળવાતું નથી. ચકવી બે હાથ જોડીને પતિને પગે પડતી હોય એ તદ્દન અસ્વાભાવિક હકીકત છે, કારણકે પતિ તે મદિરેજ પધારતા નથી એટલે એને પગે પડવાની વાત કેવી રીતે આવી શકે? આ બધી બાબતને વિચાર કરતાં ઉપર મૂલમા જે પાઠ લખ્યું છે તે વિશેષ ઠીક હોય એમ લાગે છે. '
હે નાથ! અમે ગમે તેવી પણ અબળા જાતિ કહેવાઈએ, અમારી સ્ત્રી જાતિ ઉપર આપ આટલી બધી જેરાવરી કરે એટલે અલહીન સ્ત્રી જાતિ ઉપર તમે આટલા બધા ગુસ્સે થાઓ અને તેને આટલી વ્યથા આપે તથા તેના ઉપર રીસ ચઢાવે એ આપને ઘટતું નથી.