________________
વીશકું. ] ગુણુહીનને યાચના કરતા આવડતું નથી.
૨૪૦
દર્શન એવા પણુ અર્થ થઈ શકે, પણ તે કરતાં પટ્ટના ભાવ સાથે ઉપર લખ્યા તે અર્થ વધારે બંધમસતા આવે છે. જ્ઞાન એટલે ગુરૂદત્ત જ્ઞાન અને વિજ્ઞાન એટલે આત્મા સંબંધી જ્ઞાન અને અર્થ ટખાકાર કરે છે તે પણ પ્રસ્તુત વિષયન અનુરૂપ છે.
વળી નિરંજન નાથનું ભજન આવી રીતે થાય છે તે પણ હું જાણતા નથી. મહાત્માના ભજનમાં એકતાન થઈ જવાથી છેવટે તન્મય તરૂપ થઈ જવાય છે એવી વિશુદ્ધ ચિત્તવૃત્તિ કરતાં મને આવડતી નથી અને તે માટે ભજન ગુણુગાન કરતાં પણુ આવડતાં નથી. તેમજ પાઠાંતર હું નાથ ! આપના પરમાત્મપદ્યનાં અનેક નામા છે, હજારો કરાડી અનંત નામ છે, દરેક ગુણ આપના નામ સાથે જોડી શકાય તેમ છે અને મારા સાંભળવા પ્રમાણે આપનામાં અનંત શુણા છે, પણ તેનાં નામા પણ હું જાણુતા નથી. એ નિરંજન પદ્યનાં આટલાં નામાં છે એમ જાણતા હાઉં તે તે પદ્માનું રટણ કરી તેને અર્થ વિચારી તેનું સ્વરૂપ સમનું અને તેના જાપ કરૂં પણ તે પણ હું જાણતા નથી.
આવી રીતે હે નાથ! હું ગાઈ મજાવી જાણુતા નથી, આપને આળખતા નથી, કળા ચાતુર્ય વગરના છું, સ્વરૂપના યથાસ્થિત માધ વગરને હું અને પરિણામધારા અને વીર્યોલ્લાસથી ભક્તિભાવ રહિત છું. આવા હું ગુણુહીન છું, ગુણુની પીછાન વગરના છું અને ગુણુની ગણત્રી પણ કરી શકું તેવા નથી. ત્યારે હવે મારે શું માગ્યું ? અને કેવી રીતે માગવું? મારે તે પ્રથમ પ્રભુપદ માગતું કે ગાયનવિદ્યા વિગેરે મારામાં નથી એ સર્વે માગવું. હું નાથ ! આ પ્રમાણે વિચાર કરતાં મારા પાર આવે તેમ જણાતું નથી, તેથી હું તે આનંદઘન પ્રભુના મંદિરના દ્વાર પાસે ઉભા રહીને આંટા મારૂં છું, અને અંદર પ્રવેશ કરવાના તે અધિકાર નથી, પણ બહાર પહેરો ભર્યા કરૂં છું અને અંદર દાખલ થવાની ઢઢ ઈચ્છા રાખ્યા કરૂં છું અથવા મને મળે મને સળા એ પ્રમાણે આપનું રટણ કર્યાં કરૂં છું, જાપ કર્યા કરૂં છું. આવી રીતે પ્રભુના દ્વાર પાસે રટણ કરવું એ પણ ગુણુનું ધામ છે, ગુણપ્રાપ્તિનું કારણ છે એમ મેં સાંભળ્યું છે. જ્યારે મને અંદર પ્રવેશ કરવાના અધિકાર નથી અને શું માગવું અને કેમ માગવું તે મને આવડતું નથી ત્યારે એક જાડા જ્ઞાન તરીકે મે આ માર્ગે સ્વીકાર્યો છે