________________
અઠ્ઠાવીસમું] પરાશાનો ત્યાગ-અગમ પીઆલાનું પાન. ૨૩
મનને પ્યાલો બનાવવામાં બહુ વિચાર કર્યો જણાય છે. નકામ કચર અને શુદ્ધ રસ તે ગ્રહણ કરે છે અને ધારણ કરી રાખે છે. એ સર્વ શુભ અશુભ વિચારને વ્યક્ત કરવાનું સાધન છે.
કસ–સવ પીવાની હકીકત પણ એટલી જ ધ્યાન રાખવા ગ્ય છે. નકામી વસ્તુનું પાન કરવાથી લાભ થતો નથી, તે મળરૂપે નીકળી જાય છે. પરંતુ સર્વનું પાન કરી તેને પચાવવામાં આવે તે તેનું રૂધિર, વીર્ય વિગેરે ધાતુ બની શરીરને પોષે છે, તેવી જ રીતે પ્રેમ મસાલાદાર રસના યાનનું સમજી લેવું. * અનુભવની લાલી પ્રગટ કરવાને જે કમ આ ગાથામાં બતાડ્યા છે તે નીચે પ્રમાણે સમજ. અનુભવ પ્રગટ કરવા માટે પ્રથમ 'મનમાં વિચાર કરો, કારણ વિચારને વ્યક્ત કરવાનું સાધન હાલ તે મન જ છે. પછી તે મનરૂપ પ્યાલામાં પ્રેમને મસાલે નાખ એટલે સ્વરૂપ પ્રાપ્તિના વિચાર તરફ પૂર્ણ પ્રીતિ કરવી. આવી પ્રીતિ જ્યારે વિવેકપુરસર થશે ત્યારે વપર વિવેચન થવાથી બાહી વરતુ અને સંબંધ પરથી પ્રીતિ ઓછી થઈ જશે. એવી સ્થિતિ બરાબર પ્રાપ્ત કરવા અને તે નિરંતર બની રહે તેવું કરવા તેની નીચે બ્રહ્મચર્યરૂપ અગ્નિ સળગાવવી અને તેના વડે શરીરરૂપ ભઠ્ઠીને ખૂબ તપાવવી. શરીરને તપાવવાથી તેનાપરને રાગ પણ એ થઈ જશે. આવી રીતે શરીર, સ્ત્રી અને બાહ્ય પુદગળ સંબઅને ત્યાગ થયા પછી માત્ર સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવામાં જ પરમ પ્રીતિ પ્રગટ થશે. આ પ્રયાગ કર્યા પછી સત્વનું પાન કરવા નિર્ણય થશે તે વખતે ચગ્ય ગુરૂના આશ્રય નીચે અધિકાર પ્રમાણે ધ્યાનક્રિયારૂપ સત્વનું પાન થશે અને તેથી મનની સ્થિરતા પ્રાપ્ત થતાં પ્રેમની જમાવટ થશે ત્યારે અનુભવની લાલી તમારા પ્રત્યેક કાર્યમાં પ્રત્યેક વર્તનમાં, પ્રત્યેક વચનમાં સ્પષ્ટ જણાઈ આવશે અને તમારા મનમાં એટલી ઉદ્દાત્તતા પ્રગટ થશે કે તમારી આસપાસ પણ અનુભવને શાંત રસ ઝરતે હોય એમ સ્પષ્ટ દેખાઈ આવશે.
૫. આનંદસાગરજી આ ગાથાના અર્થ માટે એક વિશેષ અર્થ સૂચવે છે એ પણ ખાસ વિચારવા ચાગ્યા છે. મોક્ષ અથવા આત્માનુભવ માટે સંજ્ઞી પંચેન્દ્રિય જી જગ્યા છે તેથી અહીં મનસા