________________
૩૧૦ આનંદઘનજીનાં પદે
પદ પમાં સુમતિ પતિને શુદ્ધ દશામાં આવવા માટે અનેક દષ્ટિબિંદુથી હકીક્ત રેશન કરે છે. અને તે પતિને પિતા તરફ કહેર શામાટે થયા છે તેનાં કારણ પૂછતાં એક તદન નવીન આકારમાં હકીકત રજુ કરે છે. જે તેઓ પિતાની અને શુદ્ધ ચેતનાની વચ્ચેના નજીવા તાવત ઉપર માઇકમ રહી પિતા ઉપર ગુસ્સે થયા હોય તે તેમ ન કરવા વિજ્ઞપ્તિ કરે છે. આ ભાવ કવિની પ્રતિભાશક્તિ બતાવે છે. સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત એટલે સૂક્ષ્મ અને એટલી આગળ વધેલી સાધદશામાં પ્રાપ્ત થાય છે કે તેને લઈને ચેતનછ સુમતિ તરફ પરાણુખ રહેતા હોય એમ ધારી લઈ તેને તેમ નહિ કરવા વિજ્ઞસિ કરવી અને માયા મમતાને સગ મૂકી દેવા સમજાવવું એ ચેતનજીની વર્તમાન વિભાવદશા તરફ એ આડકતર ફટકા મારનાર છે અને ચેતનજીને તેથી એવી વિદ્વતાભરી રીતે મૂર્ખ બનાવે છે કે એનું રહસ્ય સમજ્યા પછી મનમાં એક પ્રકારને આનદ આવે છે.
આખા પદનો ભાવાર્થ એ છે કે ચેતનજીએ સ્વભાવદશા અને વિભાવદશાનું સ્વરૂપ વિચારી અને વાસ્તવિક રંગ કેવો છે તેને ખાસ નિર્ણય કરી જેથી પિતાને તત્વતઃ વાસ્તવિક હિત થાય તે માર્ગ આદર, વિભાવનુ જોર થઈ જવા દેવું નહિ અને સ્વભાવને પ્રગટ કરવા બની શકે તેટલો અને બની શકે તેટલી દિશાએથી જરૂર પ્રયત્ન કર. આ જીવનનું તે કાર્ય છે અને તેની સફળતામાં જીવનયાત્રાની સફળતા છે. આનંદઘન અને સુમતિ એક થાય, એક થવા માટે બનતા પ્રયાસ કરે, પ્રયાસ કરવા માટે ચગ્ય સામગ્રી એકઠી કરે અને એ પ્રત્યેક સાધ્ય માટે જેટલું બની શકે તેટલા પ્રગતિ તરક પુરૂષાર્થ થાય એ ખરું જીવનનિર્વહન છે, એના પ્રયાસમાં આનંદ છે અને એની પ્રાપ્તિમાં સાધ્યબિંદુનું લક્ષ્યસ્થાન છે.