________________
તેત્રીશ. પતિ મેળાપ માટે સમતાની આતુરતા, ૩૧૩ અવયવ ચાતકની પેઠે “પીરુ પીયુ કરી રહ્યા છે, એની કૃશતા અને ઉન્મત્તતા અવ્યક્ત શબ્દરૂપે પતિ શની નિઘોષણા સ્પષ્ટ બતાવી આપે છે તેથી તે અનુભવ મીઠડા મિત્ર! એ મારા જીવનરૂપ પતિને હવે તું ગમે તેમ કરીને અહીં લાવ, લાવ.
વિરહી સ્ત્રીની અવસ્થાને ખ્યાલ કરે, અનંતા કાળથી તેની આશા નહિ પૂર્ણ કરનાર પતિ તરફ શુદ્ધ પવિત્ર પ્રેમ રાખનાર પતિપ્રાણા સાદથી પવિત્ર સતીનું વર્તન વિચારે અને છેવટે તે કેટલા ઉપાયથી પતિને નિજ મંદિરે પધારવા વિજ્ઞપ્તિ કરે છે તે સંબંધમાં અગાઉન પદે વિચાર. (ખાસ કરીને આ વિષય પર જુઓ ૫૦ ૮, ૯ ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૮ તથા ૩૧) હવે વળી એક વિશેષ ઉપાય તરીકે અનુભવ મિત્રને વિજ્ઞપ્તિ કરી પતિને નિજ મંદિરે લઈ આવવા માટે અને બન્નેને મેળાપ કરી આપવા માટે તેને કહેવાને ઉપાય સુમતિ અજમાવે છે. આવા વિરહના પ્રસંગમાં પતિના મિત્ર દ્વારા તેને સંદેશો પહોંચાડવે અને પતિને સમજાવવા માટે વચ્ચે પડવા વિનતિ કરવી એ ચાલુ સસારસ્થિતિને તદન અનુરૂપ છે.”
ત્રીજી અને ચોથી પંક્તિમાં મારા પતિને લાવ લાવ એમ જે આજ્ઞાર્થદર્શક શબ્દ વાપર્યા છે તે સતીની આતુરતાનો અંગે વપરા
૧ આ ગાથાના અર્થને અને કેટલાક વિચારે અહીં આપ્યા છેચાતક પતિ પતિ કહીને રહે છે તેમ હ સુ છુ એ પછવાડે વિભાગ અર્થ ઉપરથી અધ્યાહાર સમજાય છે. પીઉ મિલાવન આણું એટલે તમે પતિને મેળવી આપતા નથી એમ કહીને અનુભવ પર જરા આક્ષેપ કર્યો છે. આવી રીતે આક્ષેપ કરીને જાણે સામા મનુષ્ય ઉપર બોને મૂક એ જ આશય જણાય છે, નહિ તે વાસ્તવિક રીતે પતિ નિજ મંથિ ન પધારે તે માટે અનુભવની કોઈ જવાબદારી નથી, અથવા મિલાવ=મેળાપ ન આણ તમે જાણતા નથી, કરી આપતા નથી એવા પણ અર્થ થાય અથવા મિલાવન એટલે મેળાપ અને આણું એટલે લાવા આવી રીતે અર્થ કરીએ તો તે અર્થ સીધી રીતે પ્રાપ્ત થાય છે. મને એમ લાગે છે કે આ પંક્તિમાં પાઠ પાક મિલાવન કાજ જોઈએ એટલે પછી આ બે પંક્તિમાં ચાતકની જ વાત છે એમ થાય. બપયે પીયુને મળવાને ઉસુક થઈ પીયુ પીયુ કરે છે આ પ્રમાણે બહુ મુદાર અર્થ પ્રાસ થાય છે અને ત્યાર પછીની છેલ્લી બે પક્તિમા સુમતિ પોતાની સ્થિતિ બતાવી ચાતક સાથે પોતાની સરખામણી કરી પતિને મેળાપ કરાવી આપવાનું કહે છે, પરંતુ એ નુતન પાઠની મે કલ્પના કરી છે તે કોઈ પ્રતિમા ન હોવાથી તે ફેરફાર કરવાની મારી સત્તા નથી.