________________
२६८
આનંદઘનજીનાં પદે. કોઈ ઘાટ નથી, કેઈજાતિ નથી, કેઈ પાંતિ નથી; અમે સાધન નથી કે સાધન કરનાર નથી, તેમ જ અમે હળવા નથી તેમ ભારે પણ નથી.”
ભાવ આ પદમાં નયની અપેક્ષા ધ્યાનમાં લઈ આંનંદઘનજી મહારાજ બહુ ઉચ્ચ ઉડ્ડયન કરે છે. એને ભાવ સમજવામાં બહુ મુશ્કેલી પડે તેવું છે, કારણ નયજ્ઞાનનું સ્વરૂપ સમજવું અને સમજાવવું એ સહેલી બાબત નથી. આપણે પાંચમા પદના વિવેચનમાં , નયજ્ઞાનપર સહજ વિવેચન કરી ગયા તે પરથી સમજાયું હશે કે સત્યના એક અશને ગ્રહણ કરીને ચાલે તેને નય કહેવામાં આવે છે. સવીશ સત્ય જ્ઞાનને પ્રમાણુઝાન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા ઉપરથી સમજવાનું એ છે કે નયજ્ઞાન એ સંપૂર્ણ સત્ય જ્ઞાન નથી તેમ અસત્ય પણ નથી, માત્ર તે સત્યનો અંશ છે એટલી હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. નયાભાસ હોય ત્યાં તે સત્યને અંશ પણ તેરૂપે રહેતું નથી. આ પદમાં ચેતનજીની જે સ્થિતિનું વર્ણન કર્યું છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક સગ્રહનયની અપેક્ષા લઈને કર્યું છે. જીવના એક સર્વે સાધારણ અંશને લઈને તેની સત્તા (Potentiality) ગ્રહણ કરી લે તેવા સામાન્ય જાતિને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયને સંગ્રહનય કહેવામાં આવે છે. ત્યાં તૈગમ, સંગ્રહ અને વ્યવહારનય દ્વવ્યાર્થિક છે. અમુક દ્રવ્ય લઈએ તે તેના જાતિ અને પાંતિ એટલે સામાન્ય અને વિશેષ ગુણ હોય છે. દાખલા તરીકે દેવચંદ નામના મનુષ્યમાં મનુખ્યત્વ એ સામાન્ય ગુણ છે અને અમુક આકૃતિ ધારણ કરનાર મનુષ્ય (દેવચડપા) તેવિશેષ ગુણ છે. નૈગમનય કેટલીક રીતે સામાન્ય અને કેટલીક રીતે વિશેષ ધમોને ગ્રહણ કરે છે, સગ્રહનય સામાન્ય ધર્મ ગ્રહણ કરે છે અને વ્યવહારનય એકલા વિશેષ ગુણેને ગ્રહણ કરે છે. કેઈ પણુ પાર્થમાં સહભાવી ધમાં હોય તેને ગુણ કહેવામાં આવે છે અને કમભાવી ધમાં હોય તેને પયય કહેવામા આવે છે. આ કેમભાવી ધમના અંશ ગ્રહણ કરનાર જજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એર્વભૂત એ ચાર નય છે. આ પદમાં તે
સબધી ઉપાગી હકીક્ત આવે છે તે વિચારી સમજવા ચેશ્ય છે. • ચેતનજી પતેજ બેલે છે. હે ચેતના હે અવધૂ! જે અમારું નામ રાખી આપે, પાડી આપે તે ઉત્કૃષ્ટ આત્મિક રસને ચાખે,