________________
૨૬૬
આનદધનજીના પ. સૂરુ જીવ તેને અલ્પ સમયમાં જાણી શકે છે અને પછી તે સ્થિતિમાં તેને જે આનંદ થાય છે તે નીચે બતાડ્યા છે.
આનંદઘન ચેતનજી એ અધ્યાત્મવાસમાં જ ખેલે છે, ત્યાં તેને જે સ્થિરતા પ્રાપ્ત થાય છે, તે જ તેનું ક્રીડાક્ષેત્ર છે અને ત્યાં ખેલતી વખતે લેાકના તમાસા જુએ છે, ભવનાટક જુએ છે, સંસારપ્રપંચ પ્રત્યક્ષ રીતે જુએ છે. તે વખતે આનંદઘન ચેતન કઈકલેકેને ફરતા જુએ છે, કઈકને વીછીએ ફટકાવ્યા હોય તેમ અશાતાથી હણાયેલા જુએ છે, કોઈને રમતા, કેઈને મરતા, કેઈને રેતા, કોઈને વિષયકમમાં આળોટતા, કોઈને હેતુ વગર દેહદેહી કરતા અને કેઈને પવનની સાથે બાથ ભીડતાં એમ અનેક પ્રકારના નાટક કરતા જુએ છે, તેને તે વખતે અનેક પ્રકારની કરૂણહિક લાગણી થાય છે અને તેથી તે નાટકનું પતે એક પાત્ર હોવા છતાં નાટકમાં તે ભાગ લેતા નથી.
આ ગાથાને ભાવ બતાવતાં ઉપરોક્ત ૫. આનંદસાગરજી લખે છે કે કઈ પ્રકારે ઓળખી શકાય નહિ-સપર્શ રૂપ રસ ધ કે શબ્દ દ્વારા જણાય નહિ એ સ્વસાધ્ય દશાની ઇચ્છાને ચાલે છે પીએ તે અધ્યાત્મનું સ્થાન કર્યું. કેવું અને કેવા ફળને દેનારું છે તેનું બરાબર જ્ઞાન થાય અને આ જગત તમાસા જેવું લાગે. આ ભાવમાં અગમ શબ્દનું પારમાર્થિક રહસ્ય બતાવવામાં આવ્યું છે. અધ્યામવાસની દરેક હકીકત તેના વિસ્તૃત આકારમાં જાણવાની ખાસ જરૂર છે, કારણકે જે વાસમાં જઈને રહેવાની ઉગ્ર ઈરછા છે તેનાં સ્થાન, સ્વરૂપ અને લાભનું બરાબર જ્ઞાન ન હોય તે સાધ્ય મેળવવાની ઈચ્છા બની રહે નહિ અને મળે ત્યારે તે ઓળખી શકાય નહિ. વળી તે વખતે આ સંસાર એક નાટક જેવું લાગે એમાં તે કઈ નવાઈ નથી. તે વખતે સંસારસકળ જગતનું સ્વરૂપ કેવું લાગે તેને ખ્યાલ ઉપર આવ્યો છે.
આવી સંસારરિસ્થતિ છે. આશા દાસીના છોકરા હોય છે તે આખી દુનિયાના દાસ થઈને રહે છે, એક વસ્તુ પ્રાપ્ત કરવા માટે ઘેર ઘેર ભટકે છે, અનેક પ્રકારના ખેલ ખેલે છે, પણ તેના ચક્રબ્રમશુને છેડે આવતું નથી અને તેની આશા પાર પડતી નથી અને પૌગલિક વસ્તુની આશા એક વરતું પ્રાપ્ત થયેથી બીજી મેળવવાની