________________
એકત્રીશ. સમતા મમતાના પરિવારનું બારીક અવલોકન. ૨૯૩ સંબંધીઓ મિત્ર વિરે છે તેને જુઓ તે ખરા. ચેતનજીને પિતાનું ઘર છોડીને પારકા મંદિર (વિભાવદશામાં) રખડવાની ટેવ પડેલી છે અને ત્યાં જઈ માયા મમતા સાથે વિકાસ કરવામાં તેને આનંદ આવે છે. એ માયા મમતા કેવી રીતે વચક શઠ સંચક અને ખોટા ખત ખતવનારી છે, તે આપણે નવમા પદમાં વિસ્તારથી જઈ ગયા છીએ અને તેમાં એમ પણ જોયું છે કે મમતા હરેક પ્રકારે ચેતનનું અહિત કરનારી છે અને સમતા સિવાય કઈ પણ તેનું હિત કરનાર નથી, છતાં ચેતનજી તે માયા મમતાના ઉપરઉપરના રાગથી લલચાઈ જઈ તેના મંદિર વિસાવદશામાં પડ્યા રહે છે એટલું જ નહિ પણ પિતાની શુદ્ધ પતિવ્રતા સાધવી સુમતિ (વભાવદશ)ની સાથે વાત પણ કરતા નથી, તેની દરકાર પણ કરતા નથી અને પારકા મંદિરે રખહવાની ટેવને લીધે પિતાના બીજા સગાસબંધીઓ જેવા કે ક્ષમા, માઈવ, આર્જવ, સત્ય, શૌચ આદિ ધર્મબંધુઓ તેને પણ વિસરી ગયા છે અને તેઓની સાથે ઓળખાણ પણ રાખતા નથી. માયા મમતા તેને એવું મદિરાપાન કરાવે છે કે તેના ઘેનમાં ચેતનજી સ્વભાવને યાદ પણ કરતા નથી. બાર વરસ સુધી કેશાને ઘરે રહેતી વખતે સ્થલીભદ્રને પિતાનાં સગાં કે સંબંધીઓ યાદ પણ આવ્યાં નહોતાં અને તેઓની સાથે વાત કરવાની પણ તેને ઈચ્છા થઈ નહોતી. તેવી રીતે ચેતન હાલ તે માયા મમતા સાથે એવા દઢ આસક્ત થઈ ગયા છે કે પોતાના પરિવાર સામે દૃષ્ટિ પણ કરતા નથી. આવે વખતે સમતા-ચેતનજીની પત્ની જરા પ્રસંગ લઇને તેને પિતાના ઘરનું અને વેશ્યામદિરનું કવરૂપ તેના યથાસ્થિત આકારમાં બતાવી આપે છે. ચેતનજીએ તે રાજીખુશીથી સાંભળ્યું કે સાંભળતી વખત પણ કાન આડા હાથ ધર્યા તે માલુમ નથી પણ અધ મનથી સાંભળ્યું હશે એમ જણાય છે. એ હકીકત ચેતનજીને પિતાને પૂછવાથી જ જણાઈ આવશે.
અહીં તે કઈ વખત મહા પ્રયાસે અથવા અનાયાસે સુમતિને મંદિરે ચેતન આવી રહ્યા હશે તેને જોઈ સમતા ચેતનજીના મનની જરા ડામાળ રિથતિને લાભ લઈ કહે છે તે નોંધી રાખ્યું છે. “હે નાથ! મારા પતિ ! તમે ત્યાં ક્યાં જાઓ છે? તમે મારી સામું