________________
ર૪ આનંદઘનજીના પ.
[પદ જેતા નથી એ તે આપને ચગ્ય લાગતું હશે, પણ આ તમારે પરિવાર છે તેને તે જુઓ. મારી સામું ન જુઓ તે ખેર, પરંતુ આ તમારા પરિવાર સામું જોઈને પણ આ મંદિર પધારે. તમે જ્યાં ભટકે છે ત્યાંની વાસ્તવિક સ્થિતિ શું છે તે જરા આપને કહું છું તે સાંભળો.”
મૂળ પાઠ ઉપર આવે છે તે સર્વ પ્રતામાં છે તેથી તે પ્રમાણે અર્થ કરવા યતન કર જઈએ. તેના બે અર્થ થઈ શકે છે. એક અર્થ તે જાણકારના મતે તમે તમારા પરિવાર જુઓ. તમે હાલ તે વિષય કષાય પ્રમાદને જ તમારા પરિવાર તરીકે જાણે છે અને તેઓના જ સMધમાં રાજી રહે છે, પણ તે અમૃત છે કારણકે એને તમે તમારે પરિવાર સમજે છે તે અજ્ઞાનતાને લીધે છે. જ્ઞાની અથવા સર્વેશના મત પ્રમાણે અથવા ડાહ્યા માણસોના મત પ્રમાણે આપને પરિવાર કર્યો છે તે આપ વિચારી જુઓ. એમ થાય છે અને બીજો અર્થ એમ થાય કે હે પ્રાણનાથ! તમે કયાં જઇને નમે છે તે તે વિચારે, તમે અહીં આવીને તમારા ઘરને સાથ–પરિવાર કરે છે તેનું અવલોકન કરે તમે હાલ જેને પૂજ્ય ધારીને નમે છે તેની આંતરિક સ્થિતિ શું છે, તેનું વરસ્વરૂપ શું છે તે જરા વિચારો, જુઓ, તપાસે અને પછી તમને યોગ્ય લાગે તે કરો. આ પ્રમાણે અર્થ કરવામાં ‘કિત જ નમતે એવું પથ્થર થાય છે, પણ તે અર્થ સંબંધને અનુરૂપ નથી. અત્ર તે વસ્વરૂપની વિરૂદ્ધતા જણાવવી છે તેથી આ અર્થ એગ્ય નથી.
હવે સુમતિના મંદિરમાં (વભાવદશામાં) શું છે અને મમતાના ઘરમાં (વિભાવદશામાં) શું છે તેની સરખામણી કરતાં સુમતિ આગળ ચલાવે છે અને ચેતનજી તેની સન્મુખ ઊભા ઊભા સાંભળે છે.
उत माया काया कवन जात, 'यहु जड तुम चेतन जगविख्यात उत करम भरम विषवेलि संग,
इत परम नरम मति मेलि रंग. कित० २ “ “યહ ને બદલે ૨-૪ એવા પાઠાતર છે અર્થ એક જ છે.
૨ ઉતજ્યા કાયા=શરીર કપનઈ. જાત-જાતિના છે વહુને સર્વ જડ= અચેતન, પદગલિક જગવિખ્યાત પ્રસિદ્ધ હકીકત છે કરમ ભરમ=ભર્ય વિલિરી વેલડીને, પરમ ઊંસ્કૃષ્ટ નમાઝ. મેલિએકત્રિત.