________________
એકત્રીશમુ.] સમતા મમતાના પરિવારનું બારીક અવલોકન. ૨૭ સમતા ચેતનઇને એકવાર વધારે વિજ્ઞપ્તિ કરે છે કે હે નાથી તમે આપણે મંદિરે પધારી આપણે પરિવાર કરે છે તે જરા અવલોકન કરી જુઓ, આપે માયા મમતા સાથે સંબંધ કરી દે છે, હવે જરા થોડા વખત એ જડ સંબંધ મૂકી તમારી ખાનદાની અને ઉચ્ચ કુલને રોગ્ય મારા સંબંધ કરો અને પછી તેનું પરિણુમ તપાસો.
ચેતનજીને ગળે એ હકીકત બરાબર ઉતરે તેટલા માટે સમતા હજી પણ એ જ મુદ્દા પર સવિશેષપણે તેમનું ધ્યાન ખેંચે છે.
उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान;
आली कहे समता उत दुःख अनंत,
इत खेलहु आनंदघन वसंत. कित० ३ “ત્યાં (વિભાવદશામાં) નાના પ્રકારની ઈરછાઓ, છળ કપટ, આઠ મદ, અજ્ઞાન અને અભિમાન છે અને અહીં (સ્વભાવદશામાં) માત્ર કેવળ આમવરૂપના ધરૂપ અમૃતનું પાન કરવાનું છે. સખી કહે છે હું બહેન સમતા! ત્યાં પાર વગરનું સુખ છે અને અહીં આનંદરાશિ ભગવાન્ વસત્સવ ખેલે છે.”
ભાવ-વિભાવદશામાં અને સ્વભાવદશામાં પાન કરવાનું હોય છે પણ બન્ને પીણામાં તફાવત બહ છે. એકમાં વિવિધ પ્રકારની ઈચ્છાઓ થાય છે, મને આ વસ્તુ મળે તે મળે એવી કામના વારવાર થયા કરે છે, વસ્તુ પ્રાપ્ત થયા પહેલાં તેને માટે એવી દઢ ઈરછા રહે છે કે જાણે તે વગર ચાલી શકશે નહિ, વધુ પ્રાપ્ત થયા પછી તેપરને રાગ થોડા વખતમાં ઉતરી જાય છે તે પાગલિક સર્વ વસ્તુઓ માટે અવલોકન કરી જેનારને જણાય તેમ છે. વળી એ દશામાં અનેક પ્રકારના છળ કપટ, છેતરપીંડી, દંભ કરવા પડે છે, બેટાં રૂપ અને સુખકૃતિ ધારણ કરવાં પડે છે અને મનના વિચારે, ભાષાનાં વચને અને
C
• ખેલાહને બદલે એ એને પાઠાતર લી મા. ની બુકમા છે
૩ શ્રમ નાના પ્રકારની ઇચ્છા કપત્રછળ, મહ=આઠ પ્રકારના અહંકાર મેહ અજ્ઞાન માન અભિમાન આલી=સપી અનત છેડા વગર ખેલ ખેલે છે, રમે છે વસંત વસંતોત્સવ.