________________
અત્રીશત્રુ...]
સમતાના વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ.
૩૦૫
.
ભાવ—વળી હું મારા નાથ! ગુલામ, ચપા, માગશે, માલતી કે એવાં એવાં બીજાં સુગંધી ફૂલની સુવાસથી આકર્ષાઈ ભ્રમશ જેમ ફૂલની આસપાસ અને ચાતરક્ ચર લીધા કરે, જરામાં તેની ઉપર આવે, વળી એક માજીમાં જાય, વળી ખીજી ખાજુમાં જાય, અને તેનીપરના પ્રેમને લીધે તેના કરતી પ્રદક્ષિણા ફર્યા કરે, તેવી રીતે હું તા મારા નાથપરના પ્રેમથી આકઈ તેમના ફરતી, તેમની આજીખાજી, તેમની ઉપર ચાતરફ ફર્યાં કરૂં છું, તેમના પ્રેમમાં મસ્ત થઈ તેઓશ્રીની આળશે જાઉ છું; અને આટલું કરતાં છતાં પણ પતિ તે મારી સામું જોતા પણ નથી. ત્યારે હવે મારે તે પ્રીતિના નિભાવ કેવી રીતે કરવો? આપણે ઉપર પડતા જઇએ અને પતિ લાત મારે, સામું પણ ન જુએ ત્યારે હવે પ્રીતિને નિર્વાહ શી રીતે કરવા? પ્રીતિના નિયમ પ્રમાણે મનું મન હાય તા જ પ્રીતિ વધે છે, નહિ તા પ્રીતિ નભતી પણ નથી તે વધે તે કેવી રીતે? એકપખી પ્રીતિ લાંખા વખત ચાલતી નથી એ સુપ્રસિદ્ધ નિયમ છે,
આટલી હકીકત સાંભળી શ્રદ્ધા સખી જે માજીમાં ઊભી હતી તેણે સુમતિને કહ્યું કે “ખિ! તમે કહા છે કે રાવરી રીત અનૈસે’ પણ અત્યાર સુધીમાં તમે તમારા પતિથી કાંઈ જાદાઈ જણાવી હશે અને તેથી પતિ દાચ સૂક્યા હશે અને તમારાપર મન નહિ લગાવતા હાય,” શ્રદ્ધા સખીનાં આવાં વચન સાંભળી સુમતિ તેના પ્રત્યુત્તર આપે છે.*
હું સખિ ! હું તે પતિ સાથે એવી મળી રહી છું કે જેવી રીતે કુલ પુષ્પ તેની વાસ સાથે મળી ગયેલ હાય, ફૂલ અને તેની સુવાસ જેમ જાદાં નથી, ઘટ અને ઘટત્વ જાઢાં નથી, અત્તર અને અત્તરની સુગંધી જેમ જાદી નથી, તેમ હું સુમતિ મારા પતિ સાથે એક પે મળી રહી છું. મારા મનમાં તેમના સંબંધી જ વિચાર આવે છે, મારાં વચનમાં તેમના ગુણાનુવાદ અને શુાત્કષૅ આવે છે, મારુ
* આવી રીતે શ્રદ્ધા સાથે વાતચીત થાય છે એવા અર્થ કરવા જ યુક્ત થશે, કારણુ પ્રથમ ગાથા પતિને ઉદ્દેશીને લખી છે અને આ ગાથામા આલી શબ્દ આવે છે તેના તે વગર બીજી કાઈ રીતે ખુલાસા થઈ શકતા નથી. ટખાકાર પણ એ જ રીતે અર્થ કરે છે.
૨૦