________________
અત્રીશમુ.]
સમતાના વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ.
ભાવ આનંધનનું પદ્મ અહું અર્થઘટનાવાળુ અને નૂતન પ્રકારનું છે, એના આશય સમજવા અતિ મુશ્કેલ છે. અનાપર ટખા પણ મળી આવ્યા છે. તે અર્થ અને મારા ગુરૂ મહારાજે ખતાવેલા અર્થ અત્ર કરવામાં આવ્યા છે અને તે સ્પુટ કરવા વિવેચન કરવામાં આવ્યું છે તે વિચારવા વિનંતિ છે.
૩૦૩
ઉપર્યુંક્ત એકત્રીશમા પટ્ટમાં સુમતિ ચેતનને નિજ પરિવાર જોવાની વિજ્ઞપ્તિ કરે છે અને તેની સાથે સ્વભાવદશામાં અને વિભાવદશામાં શું શું વસ્તુસ્થિતિ છે તેનું તેને દિગ્દર્શન કરાવે છે. એ સર્વના આશય પતિ માયા મમતાની સેખતમાં કુછંદે પડી ગયા છે તે માર્ગથી તેમને છુટા પાડી શુદ્ધ ચેતનાના અતિ પવિત્ર માર્ગ તરફ પ્રયાણુ કરીવવાના છે. ઉપરના પદ્યમાં જે સ્વરૂપ અતાવ્યું તેથી પણ ચેતનજી સમજ્યા નહિ ત્યારે હવે કાંઈ વિનતિરૂપે અને કાંઈક અતિ માયાળુપણે સુમતિ ચેતનજીને કહે છે અને તે વખતે તેની સખી શ્રદ્ધા પાસે ઉભી છે.
હું મારા નાથ! તમે આવા કંઠાર કેમ થયા છે? મેં તમને આગળ મમતા માયાનું કુટિલપણું બતાવ્યું, વિભાવદશાનું નિભાવકપણું અતાવ્યું અને શુદ્ધ દશાનું મહત્વ ખતાવ્યું, છતાં તમે તે મારા સાસું જોતાં પણુ નથી! ખરેખર! મારા નાથ! આપ આટલા બધા કાર શા કારણે થયા છે? તમે મારી સામું તા . હું તે મન વચન કાયાએ કરીને તમારી જ છું, હું મનમાં તમારુ જ ધ્યાન કરું છું, વચનથી તમારા જ જાપ કરું છું અને મેં શરીર તમને જ અર્પણ કરી દીધું છે. હું તમારી સર્વે રીતિ અંગીકાર કરુ છું, તમને જે વસ્તુ તત્ત્વતઃ હિતકારી હાય તેને હું ગ્રહણુ કરું છું, તમારા પવિત્ર સગા સાથે જ સગપણુ રાખું છું અને શુદ્ધ દશામાં તમે જેવા પવિત્ર છે. તેવી જ હું પવિત્ર છું. આવી આપની પરમ પવિત્ર સાધ્વી પતિપ્રાણા સ્ત્રી તરફ આપ ઠાર ફ્રેમ થઈ ગયા છે.
અથવા હું મન વચન કાયાએ કરીને આપ સાહેબની છું અને આપની રીત તેવી નથી, મતલમ હું આપના પાલવને પડતી આવું છું અને આપ મારી દરકાર નહિ કરતાં મારાથી ઉલટી રીત ગ્રહણુ કરી મારી સામું પણુ જોતા નથી. હું નાથ ! આપ આવા કઠણ હૃદયના