________________
[પદ
૨૯૬
આનંદઘનજીનાં પદે. નવીન અશુભ કર્મબંધ કરી ચેતનજી ભારે થતા જવાના છે એમાં જરા પણ સંદેહ નથી, કારણકે વિભાવદશામાં કર્મને આકર્ષ મહ થાય છે. તેથી તે દશામાં અનેક નિબીડ કર્મ બંધાતાં જશે અને પછી તમને એટલા બધા ભૂલાવામાં નાખી દેશે અને અત્યાર સુધીમાં નાખી દીધેલા પણ છે કે વિભાવદશા કઈ અને સ્વભાવદશા કઈ તેનું પણ તમને ભાન રહેશે નહિ અને તેથી એવા ભ્રમમાં. પડી જશે કે વિભાવદશાને જ સ્વભાવશા માની લેશે. વળી આ એક જ પ્રકારને ભ્રમ નહિ પણ તેને જે તે દિશામાં બીજા પણ અનેક પ્રકારના શ્વમાં તમને થશે. જ્યાં સુખ મળવાની સવને પણ આશા નહિ હોય ત્યાં સુખ શોધશે, અથવા અમુક કાર્યમાં સુખ હશે કે નહિ તેને અવ્યવસ્થિત વિચાર કરશે. અરે! વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે અને કેમ મળે તે તમને વિચાર આવતા પણ અટકી જશે અને આવા અનેક ભ્રમમાં તમે અવ્યવસ્થિતપણે ઘસડાયા કરશે. આ ઉપરાંત વળી વિભાવદશામાં તમને વિષયપિપાસાપ વિષવેલડીને સંગ થશે. વેલડીને સ્વભાવ છે કે તે નિરંતર વૃદ્ધિ પામ્યા કરે અને ઊંચી ચઢી તેના આશ્રિતને એ તરફથી એવી વીંટી લે કે પછી આશ્રય પતે ત્યાથી તેનાથી દુર ખસી શકે જ નહિ. વિષયે ભેગવવાની ઈચ્છારૂપ આવી વિષવેલડી જે તમને ભ્રમને લીધે અમૃતવેલી લાગતી હશે તે તમને ચા તરફથી ઘેરી લઈ કઈ પણ બાજુ જવા દેશે નહિ અને આખે વખત તમને પિતાના કબજામાં રાખી મૂકશે.
આવી રીતે વિભાવદશામાં કર્મભ્રમ અને વિષવેલીને સંબધ છે અને તે પ્રત્યેક તમને અનેક પ્રકારના ત્રાસ ઉપજાવનારા છે, તમને રખડાવનાર છે, તમારી સ્વતંત્ર વિચારશક્તિપર મજબૂત કાબુ મેળવી તમારી નિર્ણયશક્તિ, તુલનાશક્તિ અને ન્યાયબુદ્ધિને ઉથલાવી નાખનારા છે, અને અહીં સ્વભાવદશામાં પરમ નરમ મતિ જે હું સમતા તેની સાથે એકત્ર રંગ જામે તેમ છે. સમતા મહા ઉત્કૃષ્ટ નમ્ર સ્વભાવની છે એ તે તેના નામ ઉપરથી જ જાય છે અને વળી તેની સાથે જ્યારે પ્રેમ થાય ત્યારે તે એ રંગ જમાવે છે કે એમાં દ્વિધા ભાવ રહેતું જ નથી અને મનમાં જરા પણ ભ્રમ કે શોક થતા નથી. આવી રીતે વિભાવરશામાં અને સ્વભાવદશામાં શું છે તે બતાવી