________________
એકત્રીશ! સમતા મમતાના પરિવારનું બારીક અવલોકન ૨૯૫
ત્યાં માથા અને શરીર કઈ જાતિનાં છે? તે સર્વ જડ અચેતન છે અને તમે ચેતન છે એ પ્રસિદ્ધ હકીક્ત છે. વળી, ત્યાં કર્મના ભ્રમરૂપ વિષવેલડીને સંગ છે અને અહીં મહા નરમ બુદ્ધિના એકત્રિત થવારૂપ રંગ છે.”
ભાવ-મારા નાથ! તમે વિભાવદશામાં ભમ્યા કરે છે પણ ત્યાં તે માયા, મમતા અને શારીરિક વાર્તા જ તમને પ્રાપ્ત થશે. છળકપટ કરી આત્મહચના કરવી, મારું મારું કરી સંસારને ચાટ્યા કર અને શરીરની શુશ્રુષા કરી તેને પાળવું, પોષવું અને તેને માટે સંખ્યાબંધ ઉપાધિઓ કરવી એ સર્વ આપને વિભાવદશામાં પ્રાપ્ત થશે. ત્યાં માયા મમતા આપની સ્ત્રીઓ થવા આવશે, પરંતુ તે કઈ જાતિની છે તેને તે આપ વિચાર કરે, લગ્નસબંધ કરતી વખત સ્ત્રીની ખાનદાની અને કુળ વિગેરે ખાસ જોવામાં આવે છે. હલકા કુળની સ્ત્રી સાથે લગ્ન થઈ જાય તે આખો ભવ બગડે છે એ જાણીતી વાત છે. સંસારમાં રહેવાનું હોય અને સ્ત્રી તરફની પ્રતિકૂળતા હોય તે આખું જીવન ધૂળધાણું બને છે એ વિષયપર વધારે લખવાની જરૂર રહેતી નથી, દરરાજના સામાન્ય અનુભવને તે વિષય છે. લગ્નસંબંધ કરતી વખતે આપણે કન્યાની જાતિ વિરે જોઈએ છીએ તેમ જ યુરોપ અમેરિકામાં પણ સરખી પંક્તિ જોવામાં આવે છે, પણ આ તમારા માથા મમતાના સંબંધમાં તે તદ્દન વિપરીત જાતિને સબંધ છે. તે અચેતન–પાગલિક-જડ છે અને તમે ચેતનસ્વરૂપ આત્મા છે, એ વાર્તા સર્વ જાણે છે, જગજાહેર પ્રસિદ્ધ હકીક્ત છે. અથવા માયા મમતા જડ-અજ્ઞાન છે અને તમે વ્યક્ત અવ્યક્તરૂપે અનંત જ્ઞાનના ધારણ કરનારા છે, ત્યારે આવી મૂર્ખ સ્ત્રીઓ સાથેના સંબધથી તમારી ભવિષ્યની પરણ્યા પછીની દગી કેમ જશે તેને જરા વિચાર કરે. મૂર્ણ સાથે સંબંધ કરી તમારે તમારે ભવ બગાહવે હોય તે તમારી ઇચ્છા, બાકી સ્પષ્ટ રીતે જણાય છે કે તમારે અને માયા મમતાને સંબંધ છે કે ઘણા કાળને છે પણ તે તમારા કુળને અનુરૂપ નથી.
વળી હું મારા પતિ! એ વિભાવદશામાં કર્મને બંધ થાય છે અને થવાનો છે. એટલે કાળ વિભાવદશામાં રહેવાનું થશે તેટલે કાળ