________________
આનંદઘનજીનાં પદે. ૨૯૮
[પદ કાયાની પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ વિધિ અનુભવો પડે છે. વળી એ દશામાં જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, તપ, વિદ્યા, બળ અને ધનના માં થાય છે, તેમ જ ત્યાં અજ્ઞાનનું એટલું બધું જોર રહે છે કે તેથી વિચક્ષુ કદિ ઉઘડતાં જ નથી અને વળી ત્યાં અભિમાન પણ વારંવાર થયા કરે છે. આવી રીતે વિભાવદશામાં વિષય કષાયની પરિણતિ પ્રબળપણે વર્તે છે અથવા પરિપુ આ જીવ ઉપર વારંવાર વિજય મેળવી પોતાનું સામ્રાજ્ય સ્થાપન કરે છે, તેથી તેને વિભાવદશામાં આવી કિલષ્ટ પરિણતિના રસનું પાન થાય છે અને તેને કેફ ચડે છે. પછી જેમ ભર્તુહરિ કહે છે તેમ
मादित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं, व्यापारैर्वहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्टया जन्मजयविपत्तिमरणं त्रासच नोत्पयते,
पीत्वा मोहमयी प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥ १॥ સૂર્યને ઉદય થાય છે અને અસ્ત થાય છે, તેમ તેની સાથે જીવનને ક્ષય થતું જાય છે, કામધંધાની ધમાલમાં કાળ પસાર થત જાય છે તે જણાતું નથી અને જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા અને વિપત્તિ જોઈને મનમાં ત્રાસ પણ થતું નથી, ખરેખર માહ૫ પ્રમાદમદિરા પીને આ દુનિયા ગાંડી થઈ ગઈ છે.'
આવી રીતે અજ્ઞાનના કેફમાં આ પ્રાણુ ગમે તેવું વર્તન કરે છે, ગમે તેવુ બોલે છે અને ગમે ત્યાં રઝળે છે એના કાર્યમાં એક તવા દેખાશે નહિ, એના વિચારમાં એકસરખાપણું પ્રાપ્ત થશે નહિ, એના વર્તનમાં એક નિયમ દેખાશે નહિ. મદિરાકેફથી મત્ત થયેલે મૂર્ખ જેમ અસ્તવ્યસ્તપણમાં ડેલાં ખાય એમ જરાકમાં એને અભિમાનના શિખર પર ચલે જોશ અને જરાકમાં એને તરકટ છળ પ્રપંચ કરતે જેરા, જરાકમાં એ વિષયની ઈચ્છા કરશે અને જરાકમાં પોતાની નાની વાતની માટી બડાઈ મારવા મંડી જશે. વળી કઈવાર વૈરાગ્યની વાતે ઉપર ઉપરથી કરવા લાગશે તે કઈવાર કામકથા, રાસ્કથા, દેશકથામાં એકરગી થઈ જશે. આવી રીતે ઢંગધડા વગરનું તેનું વર્તન એક મહિરા પીધેલ માણસની સાથે સરખાવી શકાય તેમ છે. વિભાવદશામાં આવી રીતે કામ કપટ મદ મોહ માનનું પાન કરવાનું છે.