________________
ત્રીશમુ.] સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણ. ૨૯૧ તેઓએ અંગીકાર કરી. રજોગુણ અને તમોગુણ હોય ત્યાં સમતાને સ્થાન મળતું નથી, તેની હયાતી સત્વગુણમાં જ છે અને વિશ્વનું સત્વગુણ બતાવનારા છે, તેથી ઇંદ્ર, શેષ કે બ્રહ્મા પાસે સમતા જતી નથી પણ વિષણુ પાસે જાય છે એમ કહેવામાં તે સવગુણુવલંબી છે એમ કહેવાને આશય હાય એવી માન્યતા રહે છે.
લક્ષમીની દંતકથામાં તે ચંદ્ર અને શેષનાગથી ડરી ગઈ અને છેવટે વિષ્ણુદેવે તેને પોતાને ગળે વળગાડી એવી હકીકત જાણવામાં આવી નથી તેથી દંતકથા અનુસાર આ ગાથાને અર્થ બરાબર બેઠે નથી. તે સંબંધી વિશેષ તપાસ કરવામાં આવે છે. કદાચ સમુદ્રમંથનની કથા સાથે શેષ, ઇંદ્ર, બ્રહ્મા વિગેરેને સબંધ હોય અને તેને અંગે આ ગાથામાં કાંઈ ભાવ દાખલ કર્યો હોય તે તે પણ વિચારવા ચાગ્ય છે.
કષાયનાં દેધ, માન, માયા, લોભ એ ચાર સુખ છે એટલે એ ચાર આકારમાં એ દર્શન આપે છે અને તેને હજારો પગ છે, મતલખ તે પ્રવેશ અનેક રીતે કરે છે, તેમ જ તેની આંખે પણ હજાર છે, કારણકે તે દરેક વસ્તુને જાદ્દા જુદા આકારમાં દેખે છે એવા કષાયેથી સમતા બહુ ડરી ગઈ છે, કારણકે તેઓ હોય ત્યાં એ રહી શકતી નથી. તેથી છેવટે જ્યારે આનંદઘન સમૂહ પુરૂષોત્તમ નાયક શ્રી જિનેશ્વર દેવને શરણે ગઈ ત્યારે તેઓએ તેને હિત કરનારી જાણુને પિતાને ગળે વળગાડી, મતલબ તેની સાથે દઢ આલિગન કર્યું અને તેથી કષા તરફથી સમતાને જે પીડા થતી હતી તે દૂર થઈ પુરૂષોત્તમપણું પ્રાપ્ત કરવા સમતાની ખાસ જરૂર હોવાથી પુરૂષોત્તમ નાયકે જેમ લક્ષમીને પિતાને ગળે વળગાડી તેમ તમારે પણ તેની સાથે પ્રેમ જમાવવાની જરૂર છે–આ અર્થ પણ બંધબેસતા આવે છે.
અથવા ચતુરાનન-ચારે સુખે દેશના દેતા શ્રી જિનદેવથી મમતા બહુ ડરી ગઈ અને સમતાને તે શ્રી પુરૂષોત્તમ નાયક પ્રભુએ પ્રેમ કરી ગળે વળગાડી-આ અર્થ કરવામાં લેચન ચરણુ સહસ શબ્દ તદ્દન રહી જાય છે અને પ્રકમભંગ થાય છે.
કહેવાની મતલબ એક જ જણાય છે કે સાધુ ભાઈઓ! આ મમતા જેની સોબતમાં પડી તમે તમારું આત્મધન ગુમાવે છે તે તે