________________
ર૮ - - આનંદધનજીનાં પદે. -
પદ આત્માને શુદ્ધ દશામાં અનંત જ્ઞાન પ્રગટે છે તેથી સર્વ વસ્તસ્વરૂપને જાણે છે, અનંત દર્શન પ્રગટ થાય છે તેથી સર્વ દેખે છે, અનંત ચારિત્રથી સ્વગુણમાં સ્થિરતા પામે છે અને અનંત વીર્ય પ્રગટ થવાથી અનંત શક્તિ તેનામાં સત્તારૂપે રહે છે. આત્મા પૂર્ણ બાધિત સ્થિતિમાં હોય તો પણ તેને જ્ઞાનને અંશ તે રહે જ છે અને તે તેનું અસ્તિત્વ બતાવવા માટે ચૂસ્ત છેઆ જ્ઞાન સર્વીશ તે સાધ્ય દશામાં પ્રાપ્ત થાય છે અને તેને ચિત કહેવામાં આવે છે, અસ્તિત્વ એ સત્ છે, જ્ઞાન એ ચિત છે અને સ્થિરતામાં રમણતા કરવી તે વાસ્તવિક આનંદ છે. દુનિયાના છ પગલિક પદાર્થોમાં સ્થળ આનંદ માને છે તેને આનંદનું નામ પણ આપી શકાય નહિકારણકે એ કર્મજન્ય છે અને એનો પાચે જ ખેટે છે. ઉક્ત પ્રકારને વારતવિક આનંદ વેદનીય કર્મના સર્વાંશે ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. એટલા ઉપરથી જોવામાં આવ્યું હશે કે આ ચૈતન્ય સત, ચિત અને આનંદમય છે સચ્ચિદાનંદસ્વરૂપ છે, એ એની ત્રિકાળ અબાધિત સ્થિતિમાં એક સ્વરૂપે રહે છે.
આવા સારા આનંદવરૂપ ચૈતન્યમય મૂર્ત મને જે પ્રાણ સેવે છે, મતલબ તે મારા સહભાવી ગુણો જે અત્યારે તે ક્રમભાવી ધમાં– પર્યાને લીધે અવાંતર સ્વરૂપને પામી ગયા છે તેની ઉપાસના કરે છે એટલે તેને પ્રગટ કરવા માટે જે પ્રયાસ કરે છે તે બલિહારીને પામે છે એટલે તેનું શુદ્ધ આત્મસ્વરૂપે પ્રગટ થતાં જગતના સુમુક્ષ જીવે તેની બલિહારીને બોલે છે, તેનાં લેકણું લે છે, તેનાં ઓવારણું લે છે તેને સર્વ પ્રકારનું માન આપે છે.
આ પ્રમાણે આત્મસ્વરૂપની હકીક્ત વિચારી તેનાં ગમે તેનામ આપવાનો પ્રયત્ન કરવાને બદલે અથવા તે આ નથી, એ નથી, પેલો નથી એમ એક રષ્ટિબિથી નિહાળી સત્યના અંશ ઉપર ભાર દેવાને બદલે તેના સચ્ચિદાનંદસ્વરૂપને ઓળખી તે પ્રગટ કરવા પ્રયત્ન કર એ ખસ કર્તવ્ય છે. ત્યાંસુધી એકલું વ્યવહારૂ ન હાઇ ઝણવટમાં ઉતારવાની ઈચ્છા થશે પણ તદનુસાર ચારિત્ર નહિ હોય ત્યાસુધી વિદ્વાનના ઉપનામ ઉપરાંત કેઈપણ પ્રકારનો લાભ મળવાને સંભવ રહેતો નથી, તેથી અત્ર ખ્યાતિ મેળવવાના વિચારને બદલે