________________
૨૮૪
આનંદઘનજીનાં પદે.
[પદ રાજા કે જે કૃતયુગના અલંકાર જે હતું તે ગયે, સરુદ્રમાં જેણે પાળ બાંધી એવા રામચંદ્ર પણ કયાં છે? તે પણ ગયા. બીજા યુધિષિર વિગેરે રાજાઓ પણ સ્વર્ગે પહોચી ગયા પણ તેમાંના કોઈની સાથે આ પૃથ્વી (ાજ્ય-દોલત-ધનસંપત્તિ) ગઈ નથી, પણ તે કાકા! તમારી સાથે તે તે જરૂર આવશે એમ મને લાગે છે. આ એક
શ્લોક વાંચવાથી મુંજને બહુ પશ્ચાત્તાપ થશે. એમાં બતાવેલો ભાવ જે વિચારે તે જરૂર વિચારમાં પડી જાય તેવી જ એ હકીકત છે. આવી રીતે લાખ રૂપિયા કમાનારની સંપત્તિ પણ અહીં પડી રહી છે અને પોતે
મશાનમા પિડી ચૂક્યા છે એ વાત લક્ષ્યમાં લઈ કાંઈ વિચાર કર અને સમતાને રગ જમાવી તેમાં આનદ કર, તેની સાથે પ્રેમ કર અને તેમાં એકરૂપ થઈ જા.
આવી રીતે માયા મમતા કરી ધન મેળવવું અને પાછા તેને અત્રે મૂકી ચાલ્યા જવું અને સાથે માત્ર કિલષ્ટ કર્મરૂપ શ્યામતા લઈ જવી એ માયા મમતાના સબધનું અનિવાર્ય પરિણામ છે, જ્યારે સમતાથી મેળવેલી પુછ ઓછી થતી નથી, મૂકીને જવું પડતું નથી, તે કઈ પણ પ્રકારની શ્યામતા લગાડતી નથી, અને ઉલટું તે ભારે થયેલ આત્માને ભાર ઉતરાવે છે અને સર્વ પ્રકારે તેની અક્ષય અવ્યાબાધ સ્થિતિ કરાવે છે. એ સર્વ વિચારી તારે હવે મમતાને સંગ કર જરા પણું ઉચિત નથી. ધનના સંબંધમાં હજી પણ તને વધારે વિચાર કરવાનું બની આવે તેટલા માટે ચગી મહારાજ આગળ વધે છે.*
धन धरतीमें गाडे चौरे,
धूर आप मुख ल्यावे * છેલ્લી બે પક્તિને અર્થ એક પ્રતિમા બીજી રીતે બતાવ્યા છે તે પણ જોઈએ ખાટ એટલે લાભ-ગ્રાપ્તિ તેને પાટ એટલે માર્ગ છેડી દઇને લાખ મેળવવાની ઇચ્છા કરે છે તે અને રાખડીમા ભળે છે. લાભ મેળવવાને રસતે સમતામાં છે તેને છોડી અને પછી લાખ મેળવવાની ઇરછ કરે તે કેવી રીતે મળી શકે? જે રસ્તે લાભ થવાનો છે તે રસ્તે મૂકી દેવામા આવે ત્યારે પાછી લાભ કયાથી થાય? ગેરરત ચાલનારને લાભ મળતો નથી પણ અને ધૂળમાં રગદોળાવું પડે છે તારે જે આત્મ કલ્યાણ કરવું હોય તો ખાટવાને માર્ગ કદિ છોડે નહિ અથવા એ રસ્તો છે તે કદિ લાખ મેળવવાની આશા રાખવી નહિ આ ભાવાર્થ જરા ખેંચીને આણેલા જણાય છે, છતા વિચારવા યોગ્ય છે.