________________
૨૮૨ આનંદઘનજીના પ.
[પદ રમણ કરવાનો નિર્ણય બીજે પગલે તુરત થઈ જાય તેથી આ વ્યવહાર રીતે ઉપગી વિષય પર અગાઉ નવમા તથા તેરમા પદમાં વિવેચન કરવામાં આવ્યું છે તેને હાથમાં લઈ તેનાપર ગણિએ વિચાર બતાવે છે. એ ઉપચગી વિષયને અગે ચાગીરાજ શું કહે છે તે આપણે જોઈએ.
સાથે ભાઈ! સાધક બંધુઓ! તમે મમતાને સંગ છોડી દઈને સમતા સાથે રમણ કરે. રાગદ્વેષ પરિણામને છોડી દે અને સમપરિણામી થાઓ. આ મારું ઘર, આ મારાં છોકરાં, આ મારું ધન, એવી બુદ્ધિ છેડી દો અને સર્વચેતન અચેતન પદાર્થોપર સમપરિણમી થાઓ. સાધુઓને અમમી કહ્યા છે તેથી તમારે જે દુખનિવૃતિરૂપ ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મમતાની સંગતિજ મૂકી દે. એ મમતાની સંગતિમાં કેવા પ્રકારનો દુખે છે તેપર હે સાધકે! વિચાર કરે.
હે બધુ! તુ અત્ર બેમાંથી એક પ્રકારની સંપત્તિ ચાહતે હઈશ, દ્રવ્યસંપત્તિ અથવા ભાવસંપતિ. દ્રવ્યસંપત્તિ તે ધનાદિક અને ભાવસંપત્તિ તે સ્વરૂપ સંપદા. હવે તું વિચાર કર કે મમતા કરવાથી તેને આ બેમાંથી એક પણ પ્રકારની સંપત્તિ મળશે? દ્રવ્યસંપત્તિ પુણ્યથી મળે છે, રાગ-મમતાથી મળતી નથી. કહેવત છે કે
જર મેક્વાહિતા સવાબ કુરુ. જે તું પૈસા મેળવવાની ઈચ્છા રાખતા હોય તે ધર્મ કર.
જર જર કરદન નમે 6 કરદાન. જો તું પૈસા પૈસા કરીશ તે તે તને કદિ મળશે નહિ,
એવી જ રીતે જે તું તારી ભાવસંપત્તિ વધારવા ઇચ્છતે હૈ તે તે મમતાથી કદિ મળશે નહિ, કારણકે તે આપદમાં અને તારા અત્યાર સુધીના અનુભવથી જોયું છે કે મમતાને અને આત્મવિભૂતિને અનાદિ કાળથી વૈર ચાલ્યું આવે છે, અને તારે આટલે વખત સંસારમાં રઝળવું પડ્યું છે તેનું કારણ પણ મમતા જ છે. તેથી તને માલુમ થશે કે દ્રષ્ય કે ભાવ બંનેમાંથી કોઈ પણ પ્રકારની સંપત્તિ મમતામાં નથી, અમે ભાર મૂકીને કહીએ છીએ કે હે બધુ! કઈ પણ પ્રકારની વિભૂતિ મમતામાં નથી નથી, સર્વથા નથી. અરે એટલું તે નહિ પણ મમતામાં તે ઉલટી એટલી હયા