________________
ઓગણત્રીશકું. ચેતનજીનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ૨૩
ભાવ-તમે આ શરીરને ગરમીવાળું જેઈને ગરમ કહેતા હો અથવાવાયુપ્રકૃતિવાળું જોઈ ઠંડું કહેતા હતા તે તે અમે પિત નથી. ગરમ કે ઠંડા હાવું તે પુદગલને ધર્મ છે. આઠ સ્પર્શમાં એક પણ સ્પર્શ મારે પિતાને નથી, એ તે નામકર્મના ઉદયથી મને તે ધર્મો લાગે છે ત્યારે ઉપચાર માત્ર થાય છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ તે નથી, તેમજ અમે લાંબા કે ટુંક પણ નથી. કેઈ શરીર લાંબુ હોય છે, કઈ ઠીંગણું હોય છે પણ તે અમે નથી. આત્મા તે અસખ્યાત પ્રદેશી હેવાથી તે આખા શરીરમાં ચાલી રહે છે. કુંજર અને કોડિના શરીરમાં અસંખ્યાત પ્રદેશમાં પ્રસરીને રહી શકે છે અને કેવળી સમુદઘાત કરે ત્યારે સર્વ વ્યાપી થઈ જાય છે, તેથી અત્યારે અમુક શરીરને લાંછું તે કહેવામાં આવે અથવા મોટ ના કહેવામાં આવે તો તે અમે પોતે નથી. તેથી તમે મારું ગરમ કે ઠંડું અથવા દીર્ઘ કે છેટું એવું નામ આપે છે તે વાસ્તવિક નથી. • તેમ જ અમે મઈના ભાઈ નથી કે કોઈની બહેન પણ નથી. એક માતાની કુક્ષિમાંથી જન્મે તેને સહાદર-ભાઈ અથવા બહેન કહેવામાં આવે છે. એ માતા અથવા બહેન ભાઈ સાથે સબંધ અનિત્ય છે. બહેન મરીને સ્ત્રી થાય છે, માતા દકરી થાય છે અને સંબંધ બરલાયા કરે છે, તેથી શાસ્ત્રકારે કહ્યું છે કે
न सा जाई न सा जोणी, मतगणं न त कुलं । न जाया न मुमा जथ्य, सव्वे जीवा अणंतसो ॥
ભવ વૈરાગ્યશતક આવી રીતે સર્વ જાતિમાં, સર્વ નિમાં, સર્વ સ્થાનકે, સર્વ કુળમાં આ છ અનંત વાર જન્મે છે અને મરે છે, તેથી સગપશુમાં કોઈ જાતનું ઠેકાણું નથી. આ તે ભવભ્રમણની વાત કહી, પરંતુ ચાલુ ભવમાં પણ વાસ્તવિક રીતે અમે કેઈના ભાઈ બહેન છીએ નહિ તેમ જ બાપ કે દીકરા છીએ નહિ, કારણુ અમારી શુદ્ધ દિશામાં એવું બંધુત્વ કે પુત્રવાદિ અમે સ્વીકારતા જ નથી. તેથી તમે અમને કેઈના ભાઈ તરીકે કે બહેન તરીકે અથવા કેઈના પિતા તરીકે કે પુત્ર તરીકે ઓળખી અમારું નામ આપો કે આ મનુષ્ય અમુકનો છોકરે છે કે ભાઈ છે વિગેરે તે તે વાત અમારે કબૂલ નથી. અમે તે આમાનું કઈ પણ નામ સ્વીકારતા નથી.