________________
૨૭૪
આનંદધનજીનાં પદ પ્રથમ આ પ્રમાણે પુરૂષ તરીકે નામ પાડવાનું વિચાર્યું, પછી વર્ણાશ્રમ પ્રમાણે વિચાર્યું, પછી પાગલિક દષ્ટિએ તેના તેલને,
સ્પર્શને, ઉંચાઈને લઈને નામ પાડવાનું વિચાર્યું અને છેવટે તેના સગપણને અંગે નામ પાડવાનું વિચાર્યું તેને જવાબ નકારમાં આજે. હવે પછી તેના અંતરંગ રાજ્યને અને અને બાહ્ય વેશને અા નામ પાડવાનો વિચાર બતાવે છે તે આપણે જોઈએ. ?
ना हम मनसा ना हम शवदा, ना हम तनकी घरणी ना हम भेख भेखधर नाहि,
ना हम करता करणी. अवधू. ३ .. અમ મન નથી, શબ્દ નથી, શરીરને ધારણ કરનાર ભૂમિકા નથી, અમે પિતે લેખ નથી અને ભેખ ધારણ કરનાર (સંન્યાસી) નથી, તેમ જ અમે કિયા કરનાર નથી અને ક્રિયારૂપ પણ નથી.”
ભાવ-અમુક વિચારને વ્યક્ત કરવાનું કાર્ચ મન કરે છે. આત્માને સહજ થાય તે અધ્યવસાય કહેવાય છે અને મન દ્વારા ષ્યક્ત થતા અધ્યવસાય તે વિચાર કહેવાય છે મનાવણનાં યુગલને અવલંબીને થતાં આત્માનાં ચળ પરિણામ એ ભાવ મન છે અને તેની વર્ગણ જે પગલિક છે તે દ્રવ્ય મન છે. મનમાં તેથી જે વિચાર આવે તે આત્મિક નથી પણ પાગલિક છે અને તેથી મન પોતે આત્મા નથી. અમુક વિચારને લઈને આત્માને મન કહેવામાં આવે તે તે વાસ્તવિક નથી. અમે મન નથી અને અમે મનોમય પણ નથી. વળી કઈ વિચારવાચક નામ અમે નથી. અમુક વિચારને વ્યક્ત કરનાર શબ્દ છે તેથી કઈવાર વિચારવાચક નામ આત્માને આપવામાં આવે કે અમુક આત્માએ અમુક વિચાર કર્યો અને તેથી તે શકદમય આત્મા થયે તે તે પણ અમે નથી. મતલબ અમે ચિતવન કરનાર મન પણ નથી અને ચિંતવન કરેલા વિષયને વ્યક્ત
* તનકી ધરણુકાઈ જોપર ઉતરનકી ધરણું એ પાક છે
૩ મનસા મન. શબદા=શબ્દ તનકી શરીરની ધરણી ભૂમિ, ધારણ કરનાર ભૂમિકા લેખા ભેખધા=વેશ ધારણ કરનાર કરતા કર્તા, કરનાર કરણીડિયા