________________
અઠ્ઠાવીસમું] પરાશાનો ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૬૫
જેની ખબર ન પડી શકે તે (મનસા) ઝાલે હે અધ્યાત્મમતમાં મગ્ન લેકે! પીઓ અને તેમ કરવા પહેલાં અધ્યાત્મનો વાસ
ક્યાં છે તે ઓળખે. આનંદસમૂહ ચેતનજી ત્યાં (અધ્યાત્મવાસમાં) રમણ કરે છે અને લોકોને તમાસો જુએ છે.”
ભાવ-જેની કેઈને ખબંર નથી એવે ઉપર જણાવેલ પાલે હે મતવાલા. અધ્યાત્મમતમાં આસક્ત થયેલા સજજને પીઓ. એ ખ્યાલ એવા પ્રકારને છે કે તેની સાધારણ રીતે કોઈને ખબર પડતી નથી, તે કયાં છે, કે છે અને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેવા છે તે પણ જાણી શકાય તેવું નથી. આ અગમ્ય ખ્યાલ જેમાં મસાલાદાર તરવા તૈયાર કર્યું છે તે તમે પીઓ. જો તમે અધ્યાત્મમતમાં મગ્ન હો તે ઉપરની ગાથામાં બતાવેલા વિધિ પ્રમાણે તેનું પાન કરે અને તેમ કરવા સારૂ પ્રથમ તે અધ્યાત્મને નિવાસ કયાં છે તે બરાબર ઓળખીને પછી મનસા વાલાનું પાન કરા. અધ્યાત્મ એટલે આત્મા સંબંધી–તેનું નિવાસસ્થાન આત્મા જ હોય. બાહ્ય પદાર્થ અથવા વસ્તુસંગથી રહિત શુદ્ધ દશામાં વતેતે અથવા શુદ્ધ દશા તરફ ગમન કરતે આત્મા એ અધ્યાત્મનું સ્થાન છે. આત્મા સંબંધી હકીકતનું સ્થાન આત્મસ્વરૂપ જ છે. એને બરાબર ઓળખીને પછી ઉપરાત અગમ પ્યાલાને પીઓ. ઘણી વખત એવું બને છે કે અધ્યાત્મને ઓળખ્યા વગર ઉપર ઉપરની હકીકતને જ અધ્યાત્મ સમજી જવામાં આવે છે અને તેથી અનુભવરસના પાનને બદલે આત્મવંચન થાય છે, તેથી અગમ પ્યાલાનું પાન કરવા પહેલાં અધ્યાત્મવાસ કથા, કેવી રીતે અને કેવા પ્રકારે થાય છે તે બરાબર સમજી લેવું ઉચિત છે.
એ અગમ પ્યાલાને બદલે કેટલીક પ્રતમાં આગમગ્યાલા એ પાક છે, તેને અર્થ પણ સ્પષ્ટ છે. અધ્યાત્મવાસને ઓળખીને શ્રુતજ્ઞાનના ધરૂપ આગમખ્યાલો પીવે. ત્યાં સામાન્ય રીતે મુશ્કેલી પ્રાપ્ત થશે કે શ્રુતજ્ઞાન તે સમુદ્ર જેટલું છે તે સર્વે જાણી શકાય કેવી રીતે? તે અધ્યાત્મવાસ ઓળખી વસ્તુસ્થિતિનું અને ખાસ કરીને ષ દ્રવ્ય અથવા નવ તત્વનું જ્ઞાન કરી તેમાંથી હેય, રેય અને ઉપાય શું છે તે સમજવું એ અધ્યાત્મવાસ એળખી લેવાનું સાધન છે.