________________
૨૭૦
આનંદધનજીનાં પહેા.
[ પદ
વાત તા હવે વાંચનાર ખરાબર સમજી ગયા હશે. આ પદ્યમાં વિદ્વાન્ ચેગી અતિ ઉચ્ચ સ્થિતિમાં ઉડ્ડયન કરે છે તે હુવે જોવામાં આવશે.
લોકાની સામાન્ય ટેવ કૈાઈ વસ્તુનું કાઈ પણ નામ સ્થાપન કરવાની અને તેના તદ્નારા વ્યવહાર કરવાની હાય છે એ આપણે સાધારણ અવલેાકનથી જાણીએ છીએ. કવિ તેને માટે કહે છે કે સ્વસ્વભાવમાં વર્તનાર જીવા બધા પ્રકારના વ્યવહારમાં વર્તે છે છતાં કેવળ જ્ઞાનમય હાય છે અને તેથી તેને અમુક નામ ઉદ્દેશીને ઓલાનવામાં આવે તે તેમ વાસ્તવિક રીતે થઈ શકતું નથી. આ આશ યથી આ પદ રચાયલું છે.
તમે કોઈ મારૂં નામ પાડવા માગો તે મને મારા બાહ્ય સ્વરૂપને જોઈને કહા કે આ પુરૂષ છે કે આ છે, પણ તે સાચું નથી. અમે પુરૂષ પણ નથી, સ્ત્રી પણ નથી. મારું વ્યવહારનયથી એક વિશેષ સ્વરૂપ લઈ તમે મને સ્ત્રી કે પુરૂષ કહેવા ધારતા હા તે તે ઠીક નથી. જ્યાં અમે પાતે નવા ઉપજતા નથી કે મરતા નથી પછી તમે મારૂં શ્રી કે પુરૂષ નામ કેવી રીતે આપી શકા
વળી મારા કોઈ વળું નથી, રાતા, પીળા, કાળા, લીલા ને શ્વેત એવા કાઈ પણુ રંગ લઈ વિશેષ ભાવ જે વ્યવહારનયને લઈને દ્રવ્યાર્થિકપણે થાય છે તેમાંના હું કાઈ નથી. વર્ણ અશુદ્ધ આત્મદ્રવ્યને પુદ્ગલસંચાગે લાગે છે અને તેથી વ્યવહારથી જીવનાં અનેક નામ પડે છે. કાળા વગે હાવાથી કોઈનું નામ હમસી પડે છે, ગારી વણું હાવાથી સાહેબ નામ પડે છે, લાલ વર્ણ હાવાથી અમેરિકાના મૂળ વતનીઓનું નામ (Aborigines) પડે છે, ઘઉં વર્ણ હાવાથી હિંદુ નામ પડે છે, પીત વર્ણ હાવાથી ચીના કે જાપાની નામ પડે છે એ કાંઈ મારૂં પોતાનું સ્વરૂપ નથી, એ તે નામકર્મના સંચાગથી ક્રમભાવી પર્યાય છે, પણ મારે તેની સાથે લેવા દેવા નથી. મારી શુદ્ધ દશામાં મને વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ કાંઈ લાગતા નથી અને તેથી તન્મય કે તકૂપ હું નથી, તેમ જ મારા કોઈ આકાર નથી, ઘાટ નથી. કાઈ મનુષ્ય લાંબા હોય છે, કાઈ ટુંકા ઠીંગણા હાચ છે; કોઈ જાડા હોય છે, કોઈ પાતળા હોય છે; કાઈ વાંઢા હાય છે, કાઈ લંગડા હેાય છે વિગેરે અનેક આકારને ધારણ કરનાર હાય છે તે