________________
ઓગણત્રીશમુગ્ધ ચેતનજીને વિવિધ નામનું અવાસ્તવિકપણે ૨૭૧ નથી. અમે તે છીએ તે છીએ, અમારું ત્રણ કાળમાં એક જ રૂપ છે, પણ ઉપર જણાવ્યું તેમાંનું એક પણ સ્વરૂપ અમારું નથી અથવા વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રી, વય અને શુદ્ર એવા ચાર વર્ણ પાહવામાં આવે અને તેના પેટા વિભાગ સ્થાનથી અને બીજી સંજ્ઞાથી પાડવામાં આવે-જેમકે ઓશવાળ, પિરવાડ, શ્રીમાળી અથવા તેમાં વીશા દશાના ભેદ એ સંજ્ઞા છે, તેમાં પાછા હિલવાડી, ઝાલાવાડી, સુરતી વિગેરે સ્થાનિક લે છે, અથવા ઔદિચ, ઢ, કપાળ, દેશાવાળ વિગેરે અનેક પેટા વિભાગે છે તેમાં પોતે કાંઈ નથી. મતલબ અમારે કોઈ પણ વર્ણ કે ભાત નથી.
વળી એકેંદ્રિય, બેઈદ્રિય, તેઇદ્રિય, ચૌરિદ્રિય, પંચેન્દ્રિય એવી અમારી કેઈ પણ જાતિ નથી અથવા દેવતા, મનુષ્ય, નારકી, તિર્યંચ એવી અમારી કઈ પંક્તિ પણ નથી. જાતિ અને પકિત એ પણ નામકર્મવશાત્ પ્રાપ્ત થયેલ કમભાવી અલ્પ કાળસ્થાયી પીય ધર્મ છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ એ નથી, મારે એની સાથે ન તેડી શકાય તે ચાલુ સંબધ નથી અને હું એ વર્ણ અથવા પકિતમય નથી આ સર્વ હકીકત વ્યવહારનયથી સત્ય છે પણ અત્ર તે નયની અપેક્ષા ચાલતી નથી તે ધ્યાનમાં રાખવાનું છે. * કઈ કાર્ય તમારે કરવું હોય તે તેની સામગ્રી તમારે જોઈએ, તેનાં સાધનો નીપજાવવાં જોઈએ તેમ જ તેને સાધ્ય કરનાર પણ જોઈએ. ઘરે બનાવવામાં દંડ ચક્ર ચીવર દેરી એ નિમિત્ત કારણ છે, માટી સાધન છે અને કુંભકાર સાધક છે–આમને હું કંઈ પણ નથી. હું તે છું તે છું, પણ અત્રે કહ્યું તેમાં હું કાંઈ નથી.
તેમ જ લઘુહલકે પણ નથી અને ભારે પણ નથી. મારે તેલ જ નથી પછી હલકા ભાળી વાત જ ક્યાંથી ઘટે? તેથી આકડાના ફૂલ જે હું હલકે નથી અને વજ જે ભારે પણ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તે અને અન્યના ગુણ પર્યાય ન ગ્રહણ કરે તેને અગુરુલઘુ ભાવ કહેવામાં આવે છે, પરંતુ તે હકીકત તદન જૂહી છે. પ્રસ્તુત હકીકત તે તેલને અગે છે.
* આવી રીતે વેદાન્ત દર્શન જેની ઉત્પત્તિ સંગ્રહનયને લઈને થઈ છે તે જેમ મતિ કરિ કહે છે તેમ અત્ર આત્માનું સ્વરૂપ બતાવ્યું