________________
ઓગણત્રીશમું.] ચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ૨૬૯ તેનો સ્વાદ લે. જે મસાલાદાર રસને મનસા પ્યાલામાં પીવાનું અઠ્ઠાવીશમાં (ઉપરના છેલ્લા) પદમાં કહ્યું હતું અને તેની સાથે એમ પણ કહ્યું હતું કે તેને માટે તમે અધ્યાત્મનું નિવાસસ્થાન શોધીને તે રસ પીઓ તે અધ્યાત્મના વિષય આત્માનું નામ શું સ્થાપન કરવું અને તેના વ્યક્ત અવ્યક્ત ધમ કેવા છે, કેવા મનાયા છે, તેના સ્વભાવ વિભાવ કયા કયા છે એ સર્વ સમજી તેનું એક નામ સ્થાપન કરવામાં આવે ત્યારે આગળના પદમાં જે રસપાન કરવાનું કહેવામાં આવ્યું છે તે બરાબર જામે અને પછી તેની ખુમારી કદિ પણ ઉતરે નહિ.
અનાદિ નિગોદમાંથી નીકળીને જેમ જેમ જીવની ઉત્ક્રાન્તિ થતી જાય છે તેમ તેમ તે વ્યવહારરાશિમાં આવ્યા પછી વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાં ફરતે ફરતે ગોળ પાષાણુ ન્યાયથી કીંદિયાદિ જાતિ પામી આગળ વધતું જાય છે. તે વખતે તેના આત્મિક શુદ્ધ દ્રવ્યપર કર્મને મેલ અત્યંત લાગેલો હોય છે. ખાણમાં પહેલા સુવર્ણમાં સુવર્ણ તે છે જ, પણ તેના પર માટી બહુ લાગેલી હાર્યા છે તેને જેમ શુદ્ધ કરવાની જરૂર પડે છે તેમ ચેતન ઉપર લાગેલ કર્મવર્ગણરૂપ માટી ખસેડવાની જરૂર પડે છે. કર્મમળ લાગેલ હોય છે ત્યારે તેનાં અનેક નામ પડે છે, અનેક ગતિમાં ચક્રભ્રમણ કરે છે અને જાણે સંસારદશા એ તેને સ્વભાવ થઈ પડ્યો હોય એમ લાગે છે. આવી સ્થિતિમાં આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર કર્મના લેપ લાગ્યા હોય છે પણ તે વખતે આઠ રૂચક પ્રદેશ જે આત્માના મધ્યમાં રહે છે તે તદ્દન અલિસ વિશુદ્ધ નિર્મળ રહે છે. આ શુદ્ધ રૂચક પ્રદેશને લઈને સંગ્રહનય એક સત્યને અંશ ગ્રહણ કરી જીવની સત્તાને સિદ્ધ તુલ્ય સમજી તેને સિદ્ધ કહે છે. આ હકીકત આ પદમાં ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ સ્થિતિ ધ્યાનમાં રાખી જે અમારું નામ પાડે છે તે ઉત્કૃષ્ટ રસને સ્વાદ લે છે, મતલબ તેને આત્માનુભવ જાગ્રત થાય છે. હવે એ નામ પાડવામાં “બાહ્ય દૃષ્ટિની હકીકતપર તમે લલચાઈ જશે તેથી તેનાથી બચાવવા અત્ર કહે છે. આત્માને સમજ અને સમજીને તેની સત્તાગત અને વ્યક્ત સ્થિતિ પર વિચાર કર એ અનુભવજ્ઞાન વિષય છે એ