________________
અાવીશમું] પરાશાનો ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૫૯ હકીક્ત છે. એવી જ રીતે જમીનની, વસ્તુની ઘરપ્રાપ્તિની આશાથી અથવા માન તૃષ્ણાથી તેમ જ બીજી કોઈ પણ પ્રકારની આશાથી આ જીવ અનેક કામ કરવા લાગે છે અને કરે છે, અનેક પ્રકારના ધકેલા ખાય છે, પાછા પડે છે અને વળી આશામાં અને આશામાં પાછો ઊભા થઈ અનેક જાળ પાથરે છે, અનેક કષ્ટ વેઠે છે અને અનેક પ્રકારની ગુલામી સ્વીકારે છે. આશા રાસીના જે દીકરા છે તે આવી રીતે આખા જગતના દાસ છે..
હવે આશા જેને પોતાના સ્વામી કરે-ઉપરી કરે અર્થાત આશા જે પ્રાણીના હુકમમાં રહેનાર ગૃહિણું થાય,તે જેના કબજામાં તે પ્રાણું અનુભવરસનું પાન કરવાને ચાગ્ય થાય છે અને છેવટે તે અનુભવરસનું પાન કરે છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્રસ્વરૂપના જ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે જેનું સ્વરૂપ આગળ ચોથા પદના વિવેચનમાં અને ત્યાર પછી મહુવાર વિચારી ગયા છીએ. તે અનુભવજ્ઞાનની તૃષા ત્યારે જ જાગ્રત થાય છે કે જ્યારે અન્ય જીવની અથવા અન્ય પાગલિક પદાર્થો મેળવવાની આશાપર સ્વામિત્વ પ્રાપ્ત થાય. આશા૫ર સ્વામિત્વ મેળવાથી સર્વ પ્રકારની હાડમારીને અંત આવી જાય છે, મનમાં સંતોષવૃત્તિ આવી જાય છે અને પરમ સુખ પ્રાપ્ત થાય છે. એને પરિણામ સ્વરૂપજ્ઞાનનું પાન કરવાની તૃષા થાય છે અને તે તૃષાને તૃપ્ત કરવાનાં સાધનો સ્વભાવે જ પ્રાપ્ત થઈ જાય છે. છેવટે એ અનુભવરસમાં નિમગ્ન થઈ અનત કાળ સુધી તે જ સ્થિતિમાં રહી મહા પ્રમાદ કરાવનાર અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરવાનું પ્રબળ નિમિત્ત કારણ પણ તે નિરાશીભાવ બને છે.
અહીં ટબાકાર અનુભવપિપાસા એ છેલ્લી પક્તિને પાઠ લઈ આશા દાસી જેને પોતાને સ્વામી બનાવે તે અનુભવરસને પિપાસુ એટલે તૃષાવંત-તર રહે છે (બને છે, એમ અર્થ કરે છે. મતલબ એના સંબંધમાં કાર્સ તરીકે કે પતિ તરીકે આવનારને એ આશા રખડાવે છે એટલે કેઈ પણ રીતે એનો સબંધ ઈષ્ટ નથી. આ દષ્ટિબિંદુથી આ અર્થ પણ સમીચીન છે.
આ ત્રીજી અને ચોથી પંક્તિને એક બીજી રીતે પણ સુંદર અર્થ થાય છે. જેમ શેઠનું કામ પિતાની દાસીઓને પ્રવર્તાવવાનું છે