________________
૨૫૮ આનંદઘનજીની પદ
[ પદ જે પ્રાણીઓ આશા દાસના છોકરા છે તે પ્રાણુઓ જગતના નકર છેઆશા દાસી જેને (પિતાના) નાયક-ઉપરી બનાવે છે તે વસ્તુવિચારથી થતા આનંદને અનુભવવાની ઈચ્છાને ચગ્ય થાય છે?
ભાવ-જે આશરૂથી દાસીના છોકરા થાય છે તે આખા જગતના નેકર થાય છે. આશારૂપી લેડીના પુત્ર દાસ જ થાય છે, વાંદરીનું ચુ જેમ પોતાની માતાને વળગી રહે છે તેમ તેઓ આશા માતાને વાગ્યા રહે છે અને સામાન્ય રીતે દાસીના છોકરા તે દાસજ થાય. આશા તૃષ્ણુને જેઓ વશ પડે છે તેઓ આખા જગતના જે પ્રાણીઓના સંબંધમાં તેને અંગે આવે તેને હુકમ પિતાની ઇચછાએ અમલમાં લાવી તેના દાસ બને છે, તેને નમે છે, તેને પગે પડે છે અને તેની ગુલામગીરી કરે છે. દાખલા તરીકે જ્યારે ધનની આશા હોય છે ત્યારે ધનવાનું પ્રાણી પાસેથી ચુક્તિ પ્રયુક્તિ કરી ધન કઢાવી લેવા તેની પરિચય કરે છે, તેની ખુશામત કરે છે અને અનેક ન કરવા એગ્ય કાર્ય કરે છેઆટલા દાસત્વથી સંતોષ ન પામતાં જડ પદાર્થની આશામાં પાગલિક અચેતન સોનારૂપાની પૂજા પણ કરે છે. તે જ પ્રમાણે વિષય સેવવાની આશાથી કુલટા કુભાર્થીની પણ પરિચય કરે છે, તેને હુકમ ઉઠાવે છે, તે કહે તેમ કરી આપે છે. પછી શ્રી ગમે તેવી સુચી, અન્યઆસક્ત અને શંખણી જેવી હોય તે પણ તેના ઉપર રાગબુદ્ધિથી તેને દેવી તરીકે પૂજે છે, તેનાં વચનને ઉપાડી લે છે અને તેને જરા પણ અસંતોષ ન થાય તે સારૂ અનેક વિચારે કર્યા કરે છે, એટલું જ નહિ પણ તેવી સ્ત્રીની ખાતર માતા પિતા બધુ અને સ્નેહી વર્ગની સાથે મોટે કલેશ કરે છે અને પોતાના બાલ્યકાળમાં જે અપાર ઉપકાર તેઓએ પિતાની ઉપર કર્યો હોય છે તે સર્વ ભૂલી જાય છે. સ્ત્રી તરફ્ટી એટલું કરવા છતાં પણ લાત મળે છે ત્યારે તેને પગે તે ઈજ નથી થઈ એમ કહી અપમાનને ગેટ ગળી જઈ તેને પંપાળે છે અને એવું નિષિદ્ધ આચરણ કરે છે કે જરા પણ તત્તવ-રહસ્ય સમજનાર પ્રાણીને તેના વર્તનપર હાસ્ય આવ્યા વગર રહેતું નથી. ધન અને સ્ત્રીની આશાથી પ્રાણી જે જે આચરણ કરે છે તેનું જે વર્ણન આપ્યું છે તે પુસ્તક ભરાય પણ તે દરરાજના અનુભવને વિષય હોવાથી સર્વથી સમજી શકાય તેવી