________________
૨૫૬
આનદધનજીનાં પ.
[પદ આ માણસ જેટલીને ટુકડે આપશે એવી આશામાં કૂતરે પૂછડી હલાવે છે, પગે પડે છેજમીન પર પડીને પિતાનાં મુખ અને પેટ બતાવે છે, ત્યારે ગજરાજ હાથી) ધીરથી ખાવા માટે આણેલા રેટલાએ તરફ જુએ છે અને સેંકડે કાલાવાલા કર્યા પછી ખાય છે. જેઓએ હાથીને ખવરાવવામાં કેટલી મહેનત પડે છે અને કૂતરે એક રેલીને ટુકડે હાથમાં રાખનારની પાસેથી તે મેળવવા સારૂ કેટલી) ગેલ કરે છે તે બન્ને વચ્ચે તફાવત અવલોકન કરીને જર્યો હશે તે આશા કરનાર અને નહિ કરનારની સ્થિતિને અંતર બરાબર સમજી શકશે અને એવી રીતે જ્યાં ત્યાં રખડ્યા કરે છે છતાં ઘેર ઘેર ભટકનાર કૂતરાને કેાઈ જગાથી લાકડીના માર અને કઈ જગાએથી હુડ હ8 ના અવાજ સાંભળવા પડે છે. આશાધારી મનુષ્યની બરાબર આવી જ સ્થિતિ છે. ફટાદાર મગજવાળા શેઠીઆઓ પાસે નિજ ગુણની સ્વમુખે કથા કરવી, પર્વત પર્વત અને જંગલે જગલે આશામાં રહી રખડવું, ન કરવા ચગ્ય ધધા કરવા, ભૂખ્યા રહેવું વિગેરે અનેક વિટંબણુઓ સહન કરવી, અનેક તોફાને મચાવી મૂકવાં અને છતાં ઘણી ખરી વખત કુતરાના જેવી સ્થિતિમા રહેવું –આમ આપણે બહુધા જોઈએ છીએ. આત્મવરૂપથી ભિન્ન જડ વરતુની અથવા પર મનુષ્યની આશા કરનારની આવી સ્થિતિ થાય છે
* આશાધારીની ઉપર પ્રમાણે રિથતિ ધારવી. હવે જે આશીભાવ તજીને આત્મઅનુભવરૂપ રસમાં આસક્ત થાય છે તેને કે આનંદ થાય છે તે બતાવે છે તેને પ્રથમ દરજજે તે નિરાશીભાવ પ્રાપ્ત થાય છે, કારણકે આત્માનુભવ થતી વખતે તે પરવતુ સાથે પિતાને સબંધ વિવેકપૂર્વક વિચારી શકે છે અને તે સંબંધની અનિત્યતા અને સ્વરૂપથી ભિન્નતા જ્યારે તેના સ્થાનમાં આવે છે ત્યારે તે કદિ પણ સ્વથી અન્ય (વસ્તુ અથવા પ્રાણુ)ની આશા ન રાખવાને નિશ્ચય કરે છે અને આ પ્રમાણે અન્યની આશા ન રાખવાના વિચાર સાથે આ જીવને આત્માનુભવને રસ જામે છે, તેમાં તેનું રસિકપણું થાય છે અને છેવટે તેમાં તે તદ્દીન થાય છે. આ આત્માનુભવરસનું પાન કરવાથી તેની કેફ ચડે છે, મદિરાનું પાન કરવાથી જેમ કેફ ચડે છે તેમ, પણ મદિરાપાન અને અનુભવરસના પાનમાં એક મોટે