________________
અઠ્ઠાવીસમું.] પરાશાને ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૫૭ તફાવત છે અને તે એકે મદિરાપાન કર્યા પછી હા વખતે તેને કેફ ઉતરી જાય છે ત્યારે હાથ પગ તૂટે છે, શરીર શિથિળ થઈ જાય છે અને કામ કરવાને ઉત્સાહ તક્ત મટી જાય છે, પણ આ અનુભવરસનું પાન કર્યા પછી તેની જે કેફ ચઢે છે તે તે કદિ ઉતરતી નથી, એક વખત તે કેફ ચઢી હોય તે પછી તેની ખુમારીમાં જ આ જીવ પ્રગતિ કરતે જાય છે અને છેવટે અનંત-છેડા વરગનું સુખ પ્રાપ્ત કરે છે. મતલબ એ કેફ ચઢ્યા પછી અનંત કાળ સુધી કદિ પણ ઉતરવાનો પ્રસંગ જ આવતું નથી. આશાધારી કૂતરે બારણે બારણે રખડે છે પણ છેવટે તેનું કાંઈ વળતું નથી અને નિરાશીભાવ પ્રાપ્ત કરી પોતાની સહજ સમાધિરૂપ અનુભવરસનું પાન કરી તેમાં આસક્ત રહેનાર પ્રાણુઓની કેફ કદિ પણ ઉતરતી નથી, તેથી પરની આશા છોડી દઈ સ્વાત્માનુભવ કરે એ અત્ર ઉપદેશ છે. વાત એમ છે કે જ્યારે અધ્યાત્મજ્ઞાનને આ વિષય ચર્ચાતું હોય છે ત્યારે તે આ જીવને તેની સત્યતા સ્પષ્ટ રીતે સમજાય છે, પરંતુ પારકી આશામાં તણાયેલ. રાગમાં રાચેલો અને સંસારથી આકર્ષાયલે આ જીવ પાછો એકલો પડે છે કે બધી વાત ભૂલી જઈ પરભાવમાં આસક્ત થઈ જાય છે અને પછી કૂતરાની જેમ અહીં મોટું નાખે છે, ત્યાં મોટું નાખે છે અને બધી જગાએથી માર ખાય છે, કેઈ વખત ટકા જેટલું મળે છે તે પણ તે લાંબે વખત ટકતું નથી અને વળી ટુકડે ટલે પાસે હેય તેટલો વખત પણ વધારે વેટલે મેળવવાની આશામાં કૂતરાપણું તે છોડી શકતું જ નથી. આ સ્થિતિ કેટલી દુઃખમાય છે તે વિચારવાથી સમજાય તેવું છે.
आशा दासीके जे जाए, ते जन* जगके दासा आशा दासी करे जे नायक,
लायक अनुभव प्यासा आशा० २ * જન ને સ્થાનકે “સબ' શબ્દ એક પ્રતિમા છે.
1 ને બદલે કાઈક એ “જો શબ્દ છે ? પીયાસા એવો પાઠાન્તર છે. * ૨ એ=ાયા, જાતા, દીકરા જન=માણસ જગકે દાસા દુનિયાના નાકર નાયકપરી, સ્વામી લાયકાગ્ય અનુભવાસી=અનુભવની પ્યાસ, તરસ,
-
-
૧૭.