________________
૨૬૦
આનંદઘનજીનાં પદો , [પદ તેમ જે આશાને દાસી તરીકે પ્રવર્તાવે અથવા તે તરીકે રાખે અને તેમ કરીને તેના ઉપર હુકમ કરીને પિતાનું કામ શેઠ સિદ્ધ કરે છે તેવી જ રીતે જે આત્મા આશાનો દાસ ન બનતાં સ્વરવરૂપની સિદ્ધિ માટે એગ્ય કાર્યોમાં ઈચ્છાને પ્રયાસ કરે છે તે. અનુભવને લાયક થાય છે. આ અર્થ કરવામાં જે નાયક આશા દાસી કરે? એમ પદ
છેદ કરવાનો છે. આ અર્થ બહુ સુંદર ભાવ બતાવે છે. આશય લગભગ ઉપર બતા તે જ રહે છે, પણ એમાં ફેર એટલે છે કે પ્રથમ અર્થમાં આશા તેને નાયક કરે છે અને આ અર્થમાં ચેતનજી આશાને દાસી બનાવે છે. આ ભાવ તેથી વધારે સુંદર છે, કારણકે એમાં ચિંતન નાયકપલ્સ ચોગ્ય રીતે પીછાનાય છે.
આશા એ એવી વસ્તુ છે કે તેને પાર પામવામાં અને તેનાપર સ્વામિત્વ મેળવવામાં બહુ મુશ્કેલી નડે છે. ભકિરિ તેને નદી સાથે સરખાવી તેને પાર પામનાર ચોગીશ્વરના આનંદનું વર્ણન કરે છે, તેમ કરતાં નદીમાં શું શું પદાર્થ હોય છે અને તેને પાર પામવામાં કેટલી અગવડે પડે છે તે તરફ લક્ષ્ય ખેચતાં તે કહે છે કે આશા નામની નદીમાં મરથ જળ ભર્યું છે, તેથી આ વખત જુદી જુદી ઈચ્છાઓ થયા કરે છે નદીમાં જેમ જળના તરંગ થાય છે તેમ અહીં તૃણાનાં મોજા આવ્યાં કરે છે, નદીમાં રાગરૂપી ગ્રાહ (જળમાં રહેનાર મનુષ્યનું પણ ભક્ષણ કરી જાય તેવા મેટા મગરમ ) હોય છે જે પ્રાણચસન કર્યા કરે છે, નદીપર જેમ પક્ષીઓ ઉડ્યા કરે છે તેમ આ આશા નદી પર વિતરૂપ પક્ષીઓ ઉક્યા કરે છે જેથી અસ્તવ્યસત વિચારના ઉયન થયા કરે છે, નદીમાં પૂર આવે ત્યારે જેમ કાંઠા પરનાં વૃક્ષોને નાશ થાય છે તેમ આ આશા નદીમાં મરથજલનું પૂર આવે ત્યારે ધર્યક્ષનો નાશ થાય છે, મોટી નદીઓમાં જેમ આવર્ત (જળચક) થાય છે અને તેના સપાટામાં આવનાર તરનારે પણ ડુબી જાય છે તેમ આ આશા નદીમાં મોહના
* आशा नाम नदी मनोरथजला तृष्णा तरजाकुला,
रागप्राइवती वितर्कविहगा धैर्यगुमध्वसिनी;
मोहावतंसुदुस्तरातिगहना प्रोत्तुङ्गचिन्तातटी, -• • તા: પારકા વિશુદબેનો નરતિ ચો . એ મહરિ.