________________
સત્તાવીસમું.] મતઆસક્તિને બહિરાત્મભાવ.
૨૪૧ શકે એમ તેઓના સ્વમમાં પણ આવી શકતું નથી અને બીજા કોઈ અન્ય દષ્ટિબિંદુથી સ્વરૂપ બતાવે તે વિચાર કરવાની પણ દરકાર વગર તેને હડધૂત કરી નાખે છે. મઠમાં મરાપણું એટલી હદ સુધી થઈ જાય છે કે એક જ સરખી ધર્મવિચારણાવાળા પણ બાજુના અન્ય મહંતના મઠને તિરસ્કાર કરવામાં ધર્મ સમજે છે. એ ભઠરાગથી ઉત્પન્ન થયેલું અભિમાનજન્ય ફળ છે જેને પ્રતીકાર બહુ મુશ્કેલ થઈ પડે છે.
આવી જ રીતે હે નાથી જટાધારી ખાખી બાવાઓ પિતાની જટામાં ગરમ રહે છે, પાટધારી શ્રીપૂજા વિગેરે અનેક મતાવલંબીઓ પિતાની પાટમાં જ આસક્ત રહે છે અથવા પાટધારી રાજાઓ પિતાની રાજ્યગાદી–પાટમાં મસ્ત રહે છે અને છત્રધારી દિવાન, સરયુબા વિગેરે પિતાની છત્રમાં ગરમ રહે છે. એ જટા, પાટ અને છત્રની ગરમીમાં તેઓ એટલા અભિમાનને વશ રહે છે કે ધર્મનું તત્તવ શું છે તે તેઓના સમજવામાં કદિ પણ આવતું નથી. આટલા ઉપરથી એક વિચારશીલ મનુષ્ય તે ત્યાં સુધી કહી ગયા છે કે સ્ત્ર દવે વિહિર લાવી ધર્મનું ખરું તત્તવ તે ગુફામાં ભંડારી દીધું છે. આ ગુફા તે કઈ સમજવી તે વિદ્વાને વિચારવાચોગ્ય છે. વિચારવાથી સમજાશે કે એ ગુફા તે અન્ય કેઈનહિ પણ મતરાગ (દષ્ટિરાગ) જવાથી વિશુદ્ધ થયેલ ચિરગુહા છે. આ પદપર વધારે વિચાર કરવાથી એને આશય બરાબર ખ્યાલમાં આવશે. ઉપર ઉપરની હકીકતથી સંતોષ પામનારા અને તત્ત્વાતત્વને વિચાર નહિ કરનારા ઉલ્કાન્તિની કઈ અવસ્થામાં છે તે હવે વિચારીએ.
ટકામાં આ ગાથાને અર્થ બહુ જૂદી રીતે કર્યો છે તે પણ ખાસ વિચારવા લાયક છે. ત્યાં લખે છે તેને ભાવ આ પ્રમાણે છે આનંદઘન આત્મા! જગતના છ “રામ રામ એ જાપ કરે છે, એ શબ્દને રટે છે, પણ એને લઈને અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. રામને જ અલક્ષ્યપણે માની લઈ અલક્ષ્યના ઓળખાણની જરા પણ દરકાર કરતા નથી. તેઓના મનમાં તે એમ જ છે કે પરમ પદાર્થરૂપ રામનું નામ અમારા હાથમાં આવ્યું છે, હવે અમારે કોઈ કાર્ય કરવાનું બાકી નથી. આ જૈન લેકે માત્ર “જિન જિન” કરી રહ્યા છે પણ તેનું